બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amid rising corona, the Gujarat government may take a big decision for marriage
ADVERTISEMENT
રાજ્યમાં કોરોના મહામારીને લઈ લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્વિત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતા પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકે લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તરીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા નિશ્ચિત કરે
લગ્નનોમાં સંખ્યા ઘટાડવા સરકાર તૈયાર
હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલ શાલીન મહેતા સરકારને અપીલ છે કે, લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. કારણે કે કેસ ઘટ્યા છે પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ. વધુમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે તે જોતા સરકારે પણ લગ્નનોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારી દર્શાવી છે હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે જે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં લગ્નનોમાં પણ સંખ્યા ઘટી શકે છે જો કે આ નિર્ણય રાજ્ય સરકારના નવો આદેશ કરે ત્યારથી જ અમલી બનશે.
ADVERTISEMENT
ફાયર સેફ્ટી અંગે પણ થઈ સુનવણી
મહત્વનું છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે હાઈકોર્ટ સમક્ષ પોતાનું એફિડેવીટ કોર્ટમાં રજુ કર્યું હતું. આ એફિડેવીટમાં કેન્દ્ર સરકાર ઓક્સિજન, રેમડેસિવિર અને અન્ય સુવિધા માટે કેવી રીતે કામ કરી રહી છે અને સરકારની યોજના શું છે તે વિષયે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી ઉપરની સુનવણી થઇ હતી. એડવોકેટ મિહિર ઠાકોરે હાલ ફાયર સેફટીની NOC હોય પણ BU પરમિશન ન હોવાને કારણે સીલ કરાયેલી પાંચ હોસ્પિટલને શરુ કરવાની નામદાર હાઇકોર્ટમાં કરી માંગ, જોકે કોર્ટે હાલ હોસ્પિટલ શરુ કરવા ઇન્કાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.