બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amid Manipur violence, Home Ministry places 5-year ban on 9 Maitei extremist outfits

BIG BREAKING / મણિપુર હિંસા વચ્ચે ગૃહ મંત્રાલય એક્શનમાં: એકસાથે 9 મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ

Kishor

Last Updated: 08:10 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓમાં સંડોવાયેલ નવ Meitei ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

  • મણિપુરમાં હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી
  • Meitei ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ

મણિપુરમાં હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સોમવારે (13 નવેમ્બર) મોટી કાર્યવાહી કરતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેના ભાગરૂપે મંત્રાલય દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓમાં સંડોવાયેલ નવ મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

વિગત મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર પાંખ સહિતના જૂથોને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. મણિપુર પીપલ્સ આર્મી (MPA). તેમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK) અને તેની સશસ્ત્ર પાંખ રેડ આર્મી, કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP), તેની સશસ્ત્ર પાંખ (જેને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે), કાંગલી યાઓલ કનબા લુપ (KYKL), સંકલન, કમિટી (કોરકોમ) અને એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કંગલીપાક (એએસયુકે) સહિતનાઓનો પણ સમાવેશ થાય છે.


ગૃહ મંત્રાલયે શું કહ્યું?

આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયા અનુસાર કેન્દ્ર સરકારનું માનવું છે કે જો Meitei ઉગ્રવાદી સંગઠનો પર તાત્કાલિક અંકુશ લાદવામાં નહિ આવે તો હિંસક પ્રવૃત્તિઓ વધારવા તેમને તક મળશે. નોંધનીય છે કે PLA, UNLF, PREPAK, KCP, KYKL પર ગૃહ મંત્રાલય દ્વારા ઘણા વર્ષો પહેલા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (1967 ના 37) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અન્ય સંસ્થા સામે કાર્યવાહી તાજેતરમાં જ કરાઈ છે.

નોટિફિકેશનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ ઉગ્રવાદી સંગઠનો પણ તાબડતોબ અંકુશ લાવવામાં નહીં આવે તો તેઓ ભારતની અખંડિતતા અને હાનિકારક તત્વો સાથે મળી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનો પ્રચાર કરશે. સાથે જ લોકોની હત્યાઓ કરશે અને પોલીસ તથા સુરક્ષા દળોના જવાનોને પણ નિશાન બનાવશે તેવો ભય જોવા મળી રહ્યો છે.પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે તે Meitei ઉગ્રવાદી સંગઠનોને... 'ગેરકાયદેસર સંગઠનો' તરીકે જાહેર કરવા જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ