બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની વચ્ચે મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલુ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના, સહયોગી દળ ભાજપ પર સતત દબાણ નાંખી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાવતે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે અલગ અલગ મુલાકાત કરી છે.
જો કે આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો પેશ કરી શકે છે. જો કે રાજભવનની તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતાની રાજ્યપાલ સાથે અલગ અલગ મુલાકાતને દિવાળીના તહેવાર પર થનારી ઔપચારિક મુલાકાત જણાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ જ્યાં 105 સીટો જીતવામાં સફળ રહી તો શિવસેનાએ 56 સીટો પર કબ્જો જમાવ્યો.
ADVERTISEMENT
Mumbai: Maharashtra CM Devendra Fadnavis met Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhavan today. https://t.co/8O4ip5NhOr pic.twitter.com/QjLQT3jT5r
— ANI (@ANI) October 28, 2019
ADVERTISEMENT
2014ની ચૂંટણની સરખાણીએ ભાજપની સીટો ઓછી થઇ તો શિવસેનાએ ભાજપ પર સીએમ પદને લઇને દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છથે. શિવસેનાના જણાવ્યા અનુસાર આ સત્તાનું રિમોટ કંટ્રોલ એમના હાથમાં છે. બંને દળોની વચ્ચે ચાલુ ખેંચતાણની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની 30 ઓક્ટોબરે મુલાકાત થઇ શકે છે.
Maharashtra CM Devendra Fadnavis and Shiv Sena leader Diwakar Raote to meet Maharashtra Governor Bhagat Singh Koshyari separately today. Raj Bhawan confirms, it is a courtesy visit during Diwali festival. #Maharashtra (file pics) pic.twitter.com/qdH2a8ap3W
— ANI (@ANI) October 28, 2019
ADVERTISEMENT
આ મુલાકાત દરમિયાન બંને નેતાઓમાં વચ્ચેનો રસ્તો નિકાળવાને લઇને વાતચીત થઇ શકે છે. શિવસેનાનું કહેવું છે કે પાર્ટનરશિપ સરકાર ચલાવવાની છે તો અઢી વર્ષ માટે સીએમ પદ ભાજપ અને અઢી વર્ષ સુધી એમની પાસે રહેશે. શિવસેનાના આ વલણે હાલ ભાજપની સમસ્યા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાની સાથે તો કોંગ્રેસે એનસીપીની સાથે મળીને ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો પર જીત મળી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.