બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / America's President moves with a mini army: CIA commandos, The Beast and a fleet of 50 cars, know how Biden's security will be in Delhi

G-20 સમિટ / મિનિ આર્મી લઈને ફરે છે અમેરિકાના રાષ્ટ્રપતિ: CIAના કમાન્ડો, ધ બિસ્ટ અને 50 ગાડીઓનો કાફલો, જાણો દિલ્હીમાં કેવી હશે બાયડનની સુરક્ષા

Pravin Joshi

Last Updated: 08:51 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે અમેરિકાની સીઆઈએ, બ્રિટનની એમઆઈ-6 અને ચીનની એમએસએસની ટીમો ભારતીય એજન્સીઓ સાથે દિલ્હીમાં કેમ્પ કરી રહી છે.

  • દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર 
  • મહેમાનોની સુરક્ષા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી 
  • વિશેષ કમાન્ડો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં તૈનાત રહેશે
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન 7 સપ્ટેમ્બરે ભારત આવશે

દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે અમેરિકાની સીઆઈએ, બ્રિટનની એમઆઈ-6 અને ચીનની એમએસએસની ટીમો ભારતીય એજન્સીઓ સાથે દિલ્હીમાં કેમ્પ કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓની સાથે 'અમેરિકન સિક્રેટ સર્વિસ'ના લગભગ ત્રણસો વિશેષ કમાન્ડો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં તૈનાત રહેશે. એવું માનવામાં આવે છે કે દિલ્હીના રસ્તાઓ પર વાહનોનો સૌથી મોટો કાફલો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો હશે.

ચાંપતો બંદોબસ્ત: અમેરિકાએ માંગી 80 ગાડીઓ, ચીને 46, કયા નેતાનો કાફલો કેટલો  મોટો? જાણો G20 સમિટના રોચક તથ્યો / In view of the G20 summit, the Delhi  government has declared a public

બાઈડનના કારકેડમાં 50 થી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે

બાઈડનના કારકેડમાં 50 થી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે. ચીન, બ્રિટન અને રશિયાની સુરક્ષા એજન્સીઓ ચીન, બ્રિટન અને રશિયાના વડાપ્રધાનોના આંતરિક વર્તુળની સુરક્ષાની જવાબદારી ભારતીય સુરક્ષા એજન્સી સાથે ખભે ખભા મિલાવીને નિભાવશે. આ દેશોમાંથી સુરક્ષા સંબંધિત સાધનો દિલ્હી લાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા દેશો તેમના દેશમાંથી હથિયાર અને સ્નિફર ડોગ્સ પણ ભારતમાં લાવ્યા છે.

G-20, SCO અને UNSC ની કમાન ભારતના હાથોમાં, G-7માં પણ એન્ટ્રી માટે ચર્ચા  શરૂ, જાણો શું છે ખાસ | india diplomacy command of g 20 sco and unsc this  year and can

જાણો એરફોર્સ વન પ્લેનની ખાસિયત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન 7 સપ્ટેમ્બરે ભારત આવશે. તેમના આગમન પહેલા હવાઈ સુરક્ષાની સાથે સાથે જમીની સુરક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડન એરફોર્સ વન એરક્રાફ્ટથી ભારત આવશે. આ એરફોર્સ વન 4,000 સ્ક્વેર ફીટ હેવી પ્લેન છે અને ત્રણ માળનું એરક્રાફ્ટ છે. તેના સેન્સર પર સતત નજર રાખવામાં આવે છે. એરફોર્સ વન એ 747-200 B શ્રેણીનું એરક્રાફ્ટ છે જે એક ઉડતો કિલ્લો છે જેને ભેદવું ખૂબ જ મુશ્કેલ છે. તે હવામાં જ રિફ્યુઅલ કરવાની ક્ષમતા ધરાવે છે. જો હુમલો થાય છે, તો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ દ્વારા તેને હરાવી શકે છે. તેની પોતાની સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ છે. તેની અંદર એક મોબાઈલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે કોઈપણ હુમલા સમયે સક્રિય થઈ જાય છે. એરફોર્સ વનની અંદર 100-150 લોકોની ક્ષમતા સાથે પ્રેસિડેન્ટ સ્યુટ, કોન્ફરન્સ રૂમ, મેડિકલ ફેસિલિટી છે. આ પ્લેનમાં સિક્રેટ સર્વિસ એજન્ટોના વરિષ્ઠ સલાહકારોની ટીમ રાષ્ટ્રપતિ સાથે રહે છે.

Tag | VTV Gujarati

બીસ્ટ કાર કાફલામાં જોડાશે

અમેરિકન રાષ્ટ્રપતિના આગમન પહેલા તેમની ધ બીસ્ટ કાર સુરક્ષા કવચ સાથે યુએસ એરફોર્સના ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં દિલ્હી પહોંચી ગઈ છે. આની તપાસ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા પણ કરવામાં આવે છે. જ્યારે જો બાઈડન ઉતરશે ત્યારે કુલ 50 કારનો કાફલો હશે, જેમાં 2 બીસ્ટ કાર હશે. બીસ્ટ કાર એ આર્મર્ડ કાર છે. ગોળીઓની પણ આના પર કોઈ અસર થતી નથી. આ સ્ટીલ એલ્યુમિનિયમ સિરામિક ટાઇટેનિયમથી બનેલા છે. બુલેટ પ્રૂફ હોવા સાથે, તેઓ રાસાયણિક, જૈવિક અને પરમાણુ જોખમો સામે રક્ષણ આપે છે. આ કાર પોતે જ 120 વોલ્ટનો કરંટ છોડે છે.આ કારમાં રાષ્ટ્રપતિ સિવાય 6 વધુ લોકો બેસે છે. તેનું કુલ વજન લગભગ 10 ટન છે. આ કારમાં 8 ઇંચની આર્મર પ્લેટ, પંપ એક્શન ગન અને રોકેટ પાવર ગન છે. જો રાષ્ટ્રપતિ પર હુમલો થાય છે, તો આ ગાડીઓ પોતાનો ઓક્સિજન બનાવી શકે છે.

Topic | VTV Gujarati

સિક્રેટ સર્વિસ એજન્ટો દિલ્હી પહોંચી ગયા છે

જ્યારે આ કાર પાલમ ટેકનિકલ એરબેઝથી નીકળશે ત્યારે તેના કાફલામાં 50 વધુ કાર હશે અને એમ્બ્યુલન્સ અને સુરક્ષા સલાહકારો સહિત સિક્રેટ સર્વિસ એજન્ટ્સ, એફબીઆઈ અને સીઆઈએના લોકો સહિત લગભગ 100 સ્ટાફ હશે. યુએસ પ્રમુખ જો બાઈડન ITC મૌર્યના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રહેશે. તેની પસંદગી પણ સમજી વિચારીને કરવામાં આવી છે. આ સમગ્ર હોટલનો નકશો સુરક્ષા એજન્સીઓ પાસે રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાથી 1000થી વધુ સુરક્ષા અધિકારીઓ આવી રહ્યા છે. આ માટે દિલ્હી પોલીસ CRPF અને VIP સુરક્ષાનું કવર તેમની આસપાસ રહેશે. તેમાં CRPFની 50 વિશેષ ટીમો, 1000 ગાર્ડ્સ અને 300 બખ્તરબંધ વાહનો પણ સામેલ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ