ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પાણીપુરીવાળાને પકોડીમાંથી હાડકું મળવું ભારે પડ્યું, AMCએ કરી મોટી કાર્યવાહી

કાર્યવાહી / અમદાવાદના પાણીપુરીવાળાને પકોડીમાંથી હાડકું મળવું ભારે પડ્યું, AMCએ કરી મોટી કાર્યવાહી

Published By: Vishal Khamar

Last Updated: 04:08 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાણીપ બસ સ્ટેશન પાસે પાણીપુરીમાંથી હાડકુ મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ એએમસી દ્વારા પાણીપુરી વિક્રેતાની પૂછપરછ કર્યા બાદ લારી જપ્ત કરી હતી.

ADVERTISEMENT

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ડી માર્ટ પાસે ઉભા રહેતા પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ યુવતીની પાણીપુરીમાંથી હાડકુ નીકળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, પ્રથમ પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જે બાદ અચાનક પાણીપુરીમાંથા હાડકુ નીકળતા યુવતીએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા એએમસીનું ફ્રૂડ વિભાગ ખરાઈ કરવા માટે સ્થળ પર પહોંચ્યું હતું.

પાણીપુરીમાંથી વાળ નીકળ્યો

રાણીપ વિસ્તારમાં ડી માર્ટ પાસે એક પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે રાણીપ ડી માર્ટ પાસે ક્રિષ્ના ભેળ પાણીપુરીવાળો ઉભો રહે છે. ગઇકાલે 15 મે શુક્રવારના રોજ એક યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ત્યાં સાંજના સમયે 6:30 વાગ્યે પહોંચી હતી. યુવતી અને તેની માતાએ પાણીપુરી ખાધી હતી. જેમાં પાણીપુરી ખાતા સમયે એક વખત પાણીપુરીમાંથી વાળ આવ્યો હતો પરંતુ તેમને કંઈ કહ્યું નહોતું, જે અમારી ભૂલ હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

રાણીપ ડિમાર્ટ પાસે પાણીપુરીમાંથી હાડકુ નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, પહેલા પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જે બાદ બીજી પાણીપુરીમાંથી અચાનક હાડકું નીકળ્યું હતું. જે બાબતની જાણ યુવતીએ પાણીપુરીની લારીવાળાને કરતા તેણે કહ્યું કે હાડકુ નથી લાકડું છે. જે બાદ યુવતી દ્વારા અન્ય બે-ત્રણ લોકોને લાકડું છે કે હાડકું તે બાબતે પૂછપરછ કરી હતી. લોકોએ હાડકું હોવાનું જણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે એએમસીએ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આટલા મહત્વના કામો થશે, ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં લેવાયો નિર્ણય

પાણીપુરીવાળાની લારી જપ્ત

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ આ બાબતની ફરિયાદ એએમસીના ફ્રૂડ અને એસ્ટેટ વિભાગને મળતા ફ્રૂડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પાણીપુરીવાળાની લારીને જપ્ત કરી હતી. તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સમગ્ર બાબતે ફ્રૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ગઈકાલો સોશિયલ મીડિયા મારફતે પાણીપુરીમાંથી હાડકુ નીકળ્યાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોની આધારે અમે બપોરે તપાસ હાથ ધરી હતી. જેમાં પાણીપુરીની લારી વાળાની બેદરકારી જણાઈ આવી હતી. જેના પગલે એએમસી દ્વારા પાણીપુરીની લારીવાળા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad AMC Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ