ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આટલા મહત્વના કામો થશે, ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં લેવાયો નિર્ણય
Last Updated: 03:36 PM, 16 May 2026
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે SG હાઈવેના નવીનીકરણ, ટ્રાફિક વ્યવસ્થા અને શહેરની કાયદો-વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ટ્રાફિક વિભાગ, પોલીસ તંત્ર અને NHAIના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ
બેઠકમાં SG હાઈવે પર વધતી ટ્રાફિક સમસ્યાઓ અને રોજિંદા જામની પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે ટ્રાફિકને વધુ સ્મુથ બનાવવા અને મુખ્ય જંકશનો પર જામની સ્થિતિ ટાળવા માટે અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા સૂચના આપી હતી.
ADVERTISEMENT

NHAI અધિકારીઓને આપી કડક સૂચના
ADVERTISEMENT
ખાસ કરીને નિર્માણાધીન બ્રિજોની આસપાસ બનાવાયેલા ડાયવર્ઝન વિસ્તારોમાં સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે NHAIના અધિકારીઓને કામની ગતિ વધારવા અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામગીરી કરવાની કડક સૂચના આપી હતી.
ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
ADVERTISEMENT
બેઠક દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે અમિત શાહે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીમાંથી ક્યારે રાહત? ક્યારે પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી
ગૃહમંત્રીની મુલાકાતને પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે SG હાઈવે પર ટ્રાફિક સુવિધા સુધારવા અને ક્રાઈમ કંટ્રોલ માટે આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT