બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / AMC strict notice to the citizens regarding the festival of Holi

આદેશ / 'ડામરના રસ્તાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું', હોળીના તહેવારને લઇ AMCની શહેરીજનોને કડક સૂચના

Vishal Khamar

Last Updated: 11:32 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં હોળીનાં તહેવાર જોગ જાહેર અનુરોધ કર્યો છે. જેમાં હોળીથી રોડને નુકશાન થતું અટકાવવા માટે હોળીને કેવી રીતે પ્રગટાવવી તે માટેનું સુચન કરવામાં આવ્યું છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદવાસીઓને અપીલ કરી છે કે, હોળીનાં પવિત્ર તહેવારનાં દિવસે સામાન્યતઃ શહેરનાં નાગરિકો દ્વારા રસ્તા પર હોળી પ્રગટાવવામાં આવે છે. જેના કારણે રસ્તાને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. રસ્તા ઉપર ડામરવાળા ભાગમાં હોલી પ્રગટાવવાથી ડામરની ઉપરની સપાટી ખરાબ થાય છે. જેને કારણે ચોમાસાની ઋતુમાં પાણી અંદર ઉતરવાની શક્યતાઓ વધી જાય છે.  તેમજ સપાટી ખરાબ થતી હોવાથી વાહન વ્યવહારને પસાર થવામાં મુશ્કેલીઓ સર્જાય છે. 

May be an image of road and text that says "અમદાવાદ મ્યુનિસિપલ કોપોરિશન 2..5) INDIA FIRST World citya GUJARAT, GUJARAT,INDIA હોળી દહનને કારણે ડામરના રસ્તાની સપાટીને નુકસાન થાય છે, જેના પગલે ચોમાસામાં વઘુ રસ્તા તૂટી જાય. આ સમસ્યા પણ તમારા સહકારથી ડલ કરી શકીએ તેમ છે Follow uson: @AhmedadbadAMC @amdavadamc @AMCOfficial"
Caption

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરી
રોડને થતું નુકશાન અટકાવવા હોળી પ્રગટાવવા માટે રસ્તાની ઉપર પ્રથમ ઈંટો ગોઠવીને તેના ઉપર રેતી પાથરી તેની પર હોળી પ્રગટાવવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. 

May be an image of text
Caption

રસ્તાને નુકશાન થતું  નિવારવે કેવી રીતે હોળી પ્રગટાવશો
તેમજ હોળી રસ્તાની વચ્ચોવચ ના પ્રગટાવતા, રસ્તાની એક બાજુ ઈંટો ગોઠવી તેના ઉપર રેતી પાથરી તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે તે રસ્તાને થતું નુકશાન નિવારી શકાય. 

વધુ વાંચોઃ ગુજરાતમાં અહીં હોળીના સમયે દેશી ઢોલનું થાય છે ધૂમ વેચાણ, દાંડીના તાલે નૃત્યની પરંપરા

હોળી ક્યાં નહી પ્રગટાવવી
તેમજ હોળી ઝાડની નીચે નહી પ્રગટાવતા અન્ય જગ્યા ઉપર પ્રગટાવવામાં આવે તો ઝાડ ઉપર રહેતા પક્ષીઓને થતું નુકશાન અટકાવી શકાય. તેમજ અકસ્માત નિવારણ હેતુથી હોળી ઈલેક્ટ્રીક તથા અન્ય કેબલની ઓવરહેટ લાઈનની નીચે નહી પ્રગટાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ