બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / AMC gave a red eye to the polluter at Lal Darwaza AMTS terminus

કાર્યવાહી / અમદાવાદીઓ ચેતી જજો! હવે ભૂલથી પણ શહેરના આ AMTS ટર્મિનસમાં થૂંક્યા તો સીધો 500નો દંડ

Vishal Khamar

Last Updated: 05:14 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની મધ્યમાં આવેલ લાલ દરવાજા બસ ટર્મિનસને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોનાં ખર્ચે હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. પરંતું ટર્મિનસમાં આવતા જતા મુસાફરો દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હતી. જેને લઈ તંત્ર દ્વારા હવે ગંદકી ફેલાવનારને દંડ ફટકારવામાં આવ્યો હતો.

  • લાલ દરવાજાના AMTS ટર્મિનસમાં હવે થૂંક્યા કે ગંદકી કરી તો આવી બનશે
  • તંત્ર દ્વારા કસૂરવાર પેસેન્જરો પાસેથી રૂ. ૨૦,૯૦૦નો દંડ વસૂલાયો
  • AMTS ની ૧૯૪૭થી ૨૦૨૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સ માટે આકર્ષણનું કેન્દ્ર

 AMTS ના સત્તાવાળાઓ દ્વારા શહેરના હૃદય સમાન લાલ દરવાજા બસ ટર્મિનસને રૂ. ૮.૮૮ કરોડના ખર્ચે હેરિટેજ લૂક અપાયો છે. પિન્ક કલરના હેરિટેજ લૂકમાં રંગાયેલું આ બસ ટર્મિનસ શહેરીજનોમાં ભારે પ્રિય બન્યું છે. અગાઉ લાલ દરવાજા બસ ટર્મિનસમાં પ્રવેશ કરતાંની સાથે જ ચારે તરફ ગંદકી નજરે પડતી હતી. તેના ડેપો વિસ્તારને તો અસામાજિક તત્ત્વોએ યુરિનલની જગ્યા બનાવી દીધી હતી. રિક્ષાવાળાઓ છડેચોક પ્લેટફોર્મમાં ઘૂસીને પેસેન્જરને લઈ જતા હતા. હવે નવા ટર્મિનસમાં આ બધાં દૂષણો તો દૂર થયાં છે. તેમજ તંત્રની કડકાઈના કારણે થૂંકવું કે ગંદકી કરવાના મામલે પણ આકરો દંડ ફટકારાઈ રહ્યો છે. 

દરેક પ્લેટફોર્મ પર CCTV કેમેરાની વ્યવસ્થા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત તા. ૫ જૂન, ૨૦૨૩એ એએમટીએસના લાલ દરવાજા બસ ટર્મિનસનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નંબર-૧ પર બંધાયું હોઈ તેમાં રાજસ્થાનના ભરતપુરથી સ્પેશિયલ માર્બલ મંગાવીને બાંધકામમાં તેનો ઉપયોગ કરાયો છે. આ ટર્મિનસમાં પેસેન્જર્સ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમ કે દરેક પ્લેટફોર્મ પર પેસેન્જર્સ માટે બસના રૂટ અને સમયપત્રક માટેની માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ તેમજ દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. 

AMTS ની ૧૯૪૭થી ૨૦૨૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સ માટે આકર્ષણનું કેન્દ્ર
અહીં આવનાર તથા ટર્મિનસથી શરૂ થનાર બસની માહિતી એલઈડી સ્ક્રીન પર દર્શાવાઈ રહી છે. મુખ્ય કંટ્રોલરૂમ સાથે નવ કંટ્રોલ કેબિન મુકાઈ છે તેમજ AMTS ની ૧૯૪૭થી ૨૦૨૩ સુધીની હિસ્ટ્રી વોલ પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે. પીવાના પાણીની સગવડ તેમજ પ્લેટફોર્મ પર સુંદર બેઠક વ્યવસ્થા પેસેન્જર્સને આકર્ષિત કરી રહી છે.
પેસેન્જર્સ ગમે ત્યાં કચરો ફેંકીને ચારે તરફ ગંદકી ફેલાવતા
આની સાથે આ સુંદર ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે AMTS ના સત્તાવાળાઓ જાગૃત છે. જૂના ટર્મિનસમાં અમુક પેસેન્જર્સ ગમે ત્યાં થૂંકતા હતા. તેમજ કચરો ફેંકીને ચારે તરફ ગંદકી ફેલાવતા હતા. તંત્રનાં આકરાં પગલાંના કારણે હવે આ પ્રકારની પ્રવૃત્તિ પર મહદ્અંશે બ્રેક લાગી છે. કેમ કે પ્લેટફોર્મ પર થૂંકનાર કે કચરો ફેંકી ગંદકી કરનાર પેસેન્જર પાસેથી સત્તાવાળાઓ રૂ. ૫૦૦ સુધીનો દંડ વસૂલી રહ્યા છે.
ગંદકી ફેલાવનાર પાસેથી કુલ રૂા. 20,900 ની પેનલ્ટી વસૂલાઈ
AMTS ના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ટર્મિનસમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી કરવી વગેરે બાબતોસર કસૂરવાર પેસેન્જર્સ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જેના કારણે આ ટર્મિનસની સ્વચ્છતા જળવાઈ રહી છે. 
આ અંગે વધુ માહિતી આપતાં AMTS ના ચેરમેને જણાવ્યું હતું કે, તા. ૬ જૂન, ૨૦૨૩થી અમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહકારથી ગંદકી સામે ઝુંબેશ આરંભી છે અને તે દિવસથી લઈને તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં કુલ ૨૦૦ પેસેન્જર્સને થૂંકવા કે કચરો ફેંકી ગંદકી કરવાના મામલે પકડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ તમામ કસૂરવારો પાસેથી તા. ૬ જૂન, ૨૦૨૩થી તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં કુલ રૂ. 20,900 ની પેનલ્ટી વસૂલાઈ છે.
પેનલ્ટી વસૂલાત માટે ઉપયોગમાં લેવાયેલી બુક નં. ૪૮૪૩ની કુલ ૧૦૦ પહોંચ દ્વારા રૂ. ૧૧,૨૫૦નો દંડ અને બુક નં. ૪૮૪૪ની કુલ ૧૦૦ પહોંચથી રૂ. ૯,૬૫૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
સવા બે લાખ પેસેન્જર્સ લાલ દરવાજા ટર્મિનસથી અવર જવર કરે છે
લાલ દરવાજા ટર્મિનસથી રોજના ૩૯ બસ રૂટ ઓપરેટ થાય છે અને કુલ ૧૧૮ બસની અવરજવર થતી હોય છે. ૧૩ રૂટની બસ આ ટર્મિનસમાંથી પસાર થાય છે. જ્યારે રોજના સવા બે લાખ પેસેન્જર્સ લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરતા રહ્યા છે. AMTS ના તમામ બસ ટર્મિનસ કરતાં પેસેન્જર્સની સંખ્યા અને વકરો એમ બંને બાબતમાં લાલ દરવાજા ટર્મિનસ પ્રથમ નંબરે છે.
બે પેસેન્જર પાસેથી રૂ. ૫૦૦-પ૦૦ની પેનલ્ટી વસૂલાઈ છે
ગત તા. ૧૩ ઓગસ્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગિરધરનગરના ભાવેશભાઈ પાસેથી થૂંકવાના મામલે રૂ. ૫૦૦ વસૂલાયા હતા. આ ઉપરાંત પોપટભાઈ નામના અન્ય પેસેન્જરને જાહેરમાં થૂંકવા બદલ તંત્રએ ગત ૧૧ જુલાઈએ રંગેહાથ પકડ્યા હતા. સત્તાવાળાઓએ આ પેસેન્જર પાસેથી પણ રૂ. ૫૦૦નો દંડ વસૂલ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ