બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / AMC Develop Jagannath Temple over 100 Cr
ADVERTISEMENT
જગન્નાથ મંદિરે અમદાવાદનું રાજા રણછોડનું દિવ્ય તીર્થ છે, દેશ-પરદેશથી દર્શનાર્થીઓ અહીં આવે છે બારેમાસ ભક્તોની ભીડ અને રાજા રણછોડના નારા પરિસરમાં સાંભળાય છે. મંદિરની આસ્થા સાથે લાખો ભક્તો જોડાયેલા છે પરંતુ જેટલી ભવ્ય આસ્થા એટલું જ ભવ્ય મંદિર પરિસર બને એ માટેના પ્રયાસો અમદાવાદ મનપાએ શરૂ કરી દીધા છે.
100 કરોડના ખર્ચે જગન્નાથ મંદિર પરિસરનું થશે રીડેવલપમેન્ટ
ADVERTISEMENT
અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂપિયા 100 કરોડના ખર્ચે જમાલપુરના ભગવાન જગન્નાથ મંદિર પરિસર તથા આસપાસના 10 એકરથી વધુ જમીનના રીડેવલપમેન્ટની દરખાસ્તને મંજૂર કરી છે. સ્ટેન્ડિંગ કમિટીએ જગન્નાથ મંદિરના માસ્ટર પ્લાનની મંજૂરી, ટોપોગ્રાફિક ઓનરશીપ અને જીઓ ટેકનિકલ સરવે કરાવવા તથા ટાઉન પ્લાનિંગ સ્કીમને વેલીડ કરવાની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
ત્રણ તબક્કામાં મંદિર અને આજુબાજુનો વિસ્તાર રિ-ડેવલપ કરાશે
ADVERTISEMENT
આગામી સમયે પ્લાનને આગળ વધારતા નિયત કરેલ વિસ્તારમાં વોલ ટુ વોલ કાર્પેટ, સ્પેશીયલ ડીઝાઇન, ફૂટપાથ રોડ માર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, ખાસ ડીઝાઇનની સ્ટ્રીટ લાઈટ, સર્કલ ડેવલપમેન્ટ, સ્ટ્રીટ ફર્નીચર અને વૃક્ષારોપણ પણ વિકસિત કરવામાં આવશે. આ વિસ્તારની અલગ ઓળખ ઉભી થાય એ રીતે કરવામાં આવશે. જે મુખ્ય પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમાં વિવિધ ત્રણ તબક્કામાં મંદિર અને આજુબાજુનો વિસ્તાર રિ-ડેવલપ કરવામાં આવશે.
ADVERTISEMENT
મંદિરની કાયા પલટના સમાચારથી ભક્તોમાં ખુશી
જે મુજબ પ્રથમ તબક્કામાં મંદિરના મુખ્ય ગેટ અને નવા આકર્ષણો વધારવામાં આવશે. બીજા તબક્કામાં જલયાત્રા યોજાય છે તે પગદંડી ઋટને વિકસાવવામાં આવશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ થી સીધા મંદિર સુધી પહોચી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરશે. ત્રીજા તબક્કામાં એપીએમસી બિલ્ડીંગ, ફૂલ બજાર અને હેલ્થ ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. જેમાં મંદિરની આસપાસના રોડનો વિકાસ, મંદિર આસપાસ વસતા 232 પરિવારો માટે આવાસ બનાવવાનું તેમજ ગ્રીન બેલ્ટ તૈયાર કરવાનું આયોજન છે. મંદિરની કાયા પલટના સમાચારથી ભક્તો પણ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
ત્રણ તબક્કામાં મંદિર પરીસર અને તેની આજુબાજુના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. ચારથી પાંચ વર્ષમાં તૈયાર થનાર જગન્નાથ મંદિરના નવા પરિસરના કારણે આસ્થા સાથે આવતા ભક્તોની સાથે અન્ય લોકોનો પણ ઉમેરો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.