બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ambulance stuck in traffic due to traffic problem in Ahmedabad

કોની બેદરકારી? / અમદાવાદના રિલિફ રોડ પર ભરચક ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ અટવાતા દર્દી કોમામાં જતો રહ્યો, સ્થાનિકોમાં ભારે રોષ

Dinesh

Last Updated: 02:49 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા કારણે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા એક દર્દીનો જીવ જોખમમાં મૂકાયો હતો

અમદાવાદ જેવા મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ બનતી જાય છે. તેનો નમૂનો રિલિફ રોડ પરની ઘનાસુથારની પોળમાં જોવા મળ્યો છે. ભારે ટ્રાફિકના લીધે એક દર્દીનો જીવ જોખમમાં મૂકાયો હતો. મળતી માહિતી પ્રમાણે દર્દી સમીર વ્યાસ  ધનાસુથાર પોળ પાસે આવેલા ઝલોરાની પોળમાં રહે છે.

સ્થાનિકોએ સયસમૂચકતા દર્શાવી પણ...
પોળ પાસે જ તેઓ દુકાન ચલાવે છે. અચાનક સમીર વ્યાસ ઢળી પડ્યા હતાં. ઘટના બાદ સ્થાનિકો દ્વારા 108 બોલાવવામાં આવી હતી. પરંતુ ભારે ટ્રાફિકના લીધે એમ્બ્યુલન્સ પોળ સુધી પહોંચી શકી ન હતી. સ્થાનિકોએ સમયસૂચકતાં વાપરી સમીર વ્યાસને ઝોળીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

દર્દીના પરિવારના આક્ષેપ
પરંતુ એમ્બ્યુલન્સમાં મોડું થતાં સમીર વ્યાસ કોમામાં જતાં રહ્યા છે. દર્દીના પરિવારનો આક્ષેપ છે કે, એમ્બ્યુલન્સમાં મોડુ થાવાના લીધે સમીરભાઈની તબિયત વધુ લથડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પાર્કિગ કરતા લોકોને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેના લીધે નિર્દોષ લોકોને કેટલી તકલીફ પડી શકે તે આ ઘટના પરથી સમજી શકાય છે.

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને, બે દિવસનું યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ

સળગતા સવાલ ?
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ક્યારે લેવાશે યોગ્ય પગલાં? 
ટ્રાફિકના લીધે એક નાગરિકનો જીવ જોખમમાં મૂકાય તે કેટલું યોગ્ય?
ટ્રાફિક પોલીસ ક્યારે સમજશે પોતાની જવાબદારી? 
રસ્તા પર આડેધડ થતા પાર્કિંગ સામે ક્યારે થશે કાર્યવાહી? 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ