બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ambalal patel rain forecasts in gujarat

ચોમાસુ / રેઈનકોટ કાઢી રાખજો, ગુજરાતના વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Kavan

Last Updated: 01:46 PM, 6 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 29 જૂનથી સત્તાવાર ચોમાસાની આગાહી કરવામાં આવી છે.

  • 29 જૂનથી સત્તાવાર ચોમાસાની અંબાલાલ પટેલની આગાહી
  • 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત
  • 9 થી 11 જૂન સુધી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ

અંબાલાલ પટેલે કહ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થેશે. 9થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.

આગામી 11 અને 12 જૂને ગાજવીજ સાથે વરસાદની વકી 

અંબાલાલ પટેલે VTV સાથે વાતચીત કરતા જણાવ્ચું હતું કે, આગામી 11 અને 12 જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. 15થી 19 જૂને પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. સત્તાવાર ચોમાસુ બેચવાના હજુ 20 દિવસની વાર છે.

કેરળ બાદ ચોમાસુ વધી રહ્યું છે આગળ 

કેરળ બાદ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદની આગાહી 

બે દિવસ પહેલા પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેને લઈ હવે ચોસમાસું આગળ વધે તેવું વર્તાઈ રહ્યું છે હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવું જણાવ્યું છે એ પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ત્રણ કે ચાર દિવસ સુધી વરસાદ પડે તેવું જણાવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ છવાયેલો રહે તેવું જણાવ્યું છે. સાથે જ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 

કોરોના કાળમાં કેવી છે તંત્રની પ્રિમોન્સુન કામગીરી

એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં વરસાદને લઈને નાગરિકોને મુશ્કેલી ન પડે તેને લઈને શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી છે કે નહી તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં એક કે બે ઈંજ પડેલા વરસાદ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજપુરવઠો પણ ખોરવાયો હતો તો વૃક્ષો પણ ધારાશાયી હતા જો કે કોઈ જાનહાનિ સર્જાઈ હતી. શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવો પડતો હોય છે.

પ્રિ-મોન્સુનની કામગીરીને તંત્ર સામે ઉઠ્યા સવાલો 

ચોમાસામાં અંડરપાસનું મોનિટરિંગ કરવું તેમજ ચોમાસામાં ટ્રાફિકવ્યવસ્થાપન કરવું સાથે જ ડ્રેનેજની લાઈનો સાફ કરવા સહિત પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે પરતું ચોમાસામાં તંત્રની પોલ છતી થતી હોય છે. આ વખતે કોરોનાને કારણે ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરી પર પૂરતું ધ્યાન અપાયું છે કે નહી તેને લઈને પણ તંત્ર સામે સવાલો થઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat News Meteorological Department Rain હવામાન આગાહી rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ