બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel Forecast The temperature will rise in the state from today

હવામાન / આજે કામ સિવાય ઘરની બહાર ન જતા, સખત ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી

Dinesh

Last Updated: 01:50 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે

રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે કે, રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે. જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદમાં ગરમીનુ પ્રમાણ વધું રહેશે. જ્યાં તાપમાનનો પારો ઉંચકાઈને 43 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

ગરમીમાં વધારો થશે કે ઘટાડો? જાણો રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે વાતાવરણ |  Meteorological Department has predicted dry weather in the state for the  next 5 days

કયાં કેટલો તાપમાન રહેશે ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. સુરેન્દ્રનગર, હળવદ, મોરબીમાં 43 ડિગ્રી તો કચ્છ જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વધુમાં જૂનાગઢ, ભાવનગરમાં 42 ડિગ્રી, પોરબંદર, દ્વારકામાં 36 ડિગ્રી અને સુરત જિલ્લામાં 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આહવા, ડાંગ, વલસાડમાં 36 ડિગ્રી અને ઈડર, વડાલીમાં 43 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે.

ગુજરાત માટે 48 કલાક 'ભારે': 5 દિવસ સુધી પડશે અંગ દઝાડતી ગરમી, આ જિલ્લામાં  હિટવેવનો ખતરો | The Meteorological Department has predicted scorching heat  for the next 5 days

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને, બે દિવસનું યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ

ચોમાસું વહેલુ આવશે ?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 18થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો 25 એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અખાત્રીજ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી સર્જાશે. જેના પગલે ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસુ શરૂ થવાની આગાહી કરાઈ છે. 8 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે અને 24 મે થી 4 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રને લઇ રાજ્યમાં વરસાદ પડી શકે છે તેમ પણ અંબાલાલ પટેલ જણાવ્યું છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ