બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ફેશન અને સૌંદર્ય / AMAZING TIPS TO CARRY TIGHT BANGLES EASILY IN WRIST HOW TO WEAR CHUDIYA

કામની ટિપ્સ / બંગડીઓ થઈ ગઈ છે ટાઈટ? પહેરવા માટે અજમાવો આ 5 ગજબ રીતો, કાંડામાં તરત ઉતરી જશે

Bijal Vyas

Last Updated: 10:21 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત કેટલીક સ્ત્રીઓના હાથમાં બંગડીઓ પણ ફીટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને પહેરવી ખૂબ મુશ્કેલ બની જાય છે, આવો જાણીએ ફીટ બંગડી પહેરવાની ટિપ્સ વિશે...

  • ટાઇટ બંગડી હોય તો ઘણી વખત કાંડામાં જ તૂટી જાય છે
  • મોઇશ્ચરાઇઝર અથવા તેલની મદદ લઇ શકો છો 
  • ગ્લવ્સ પહેરીને બંગડી કેરી કરી શકો છો

How to wear tight bangles: બંગડીઓની પસંદગી મહિલાઓ ખૂબ જ સમજી વિચારીને કરતી હોય છે. ઘણી વખત કેટલીક સ્ત્રીઓના હાથમાં બંગડીઓ પણ ફીટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને પહેરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત તો કાંડામાં જ બંગડી તૂટી જાય છે, અને વાગવાનો ડર પણ રહે છે. આવી સ્થિતિમાં, કેટલીક સરળ ટિપ્સને અનુસરીને, તમે મિનિટોમાં સરળતાથી ટાઈટ બંગડીઓ કેરી કરી શકો છો.

1. મોઇશ્ચરાઇઝર અથવા તેલની મદદ લોઃ 
ક્યારેક વજન વધવાને કારણે અથવા હાથ અકડાઈ જવાને કારણે બંગડીઓ પહેરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં, તમે બંગડીઓ પહેરતા પહેલા તમારા હાથ પર મોઇશ્ચરાઇઝર અથવા નારિયેળ તેલ લગાવી શકો છો. આનાથી બંગડીઓ સરળતાથી સરકી જશે અને કાંડા પર જશે.

આજે ધનતેરસ પર સસ્તામાં ખરીદો સોનું, આ સરકારી યોજનાનો ઉઠાવો લાભ, થશે આટલો  ફાયદો | buy cheap gold on occassion of dhanteras and diwali by investing in  sovereign gold bond government scheme

2. સાબુનો ઉપયોગ કરોઃ 
જો બંગડીઓ ટાઈટ હોય તો તમે સાબુનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્થિતિમાં, બંગડી પહેરતા પહેલા, તમારા હાથ પર યોગ્ય રીતે સાબુ લગાવો. આ પછી, જેમ જેમ તમે બંગડીઓ પહેરો છો, સાબુની સરળતાને કારણે, તે તરત જ કાંડા પર જશે. આ પછી, સ્વચ્છ પાણીથી તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં.

3. એલોવેરા જેલની મદદ લોઃ 
બંગડીઓ સરળતાથી પહેરવા માટે તમે એલોવેરા જેલની મદદ પણ લઈ શકો છો. આ માટે સૌથી પહેલા તમારા હાથ પર સારી રીતે જેલ લગાવો. આ પછી બંગડીઓ પહેરવાનો પ્રયાસ કરો. આની મદદથી તમે સેકન્ડોમાં સરળતાથી બંગડીઓ કેરી કરી શકશો.

4. ગ્લવ્સ પહેરોઃ 
ક્યારેક બંગડી ખૂબ જ ચુસ્ત બની જાય છે અને તેને પહેરતી વખતે અંગૂઠાના હાડકા પર ચોંટી જાય છે. આવી સ્થિતિમાં તમે ગ્લવ્સ પહેરીને બંગડી કેરી કરી શકો છો. આ માટે, પહેલા ગ્લવ્સ પહેરો, પછી બંગડીઓને ગોળ-ગોળ ફેરવતી વખતે તમારા હાથમાં મૂકો. આ રીતે બંગડી સરળતાથી અંગૂઠાના હાડકાને પાર કરીને કાંડા સુધી પહોંચી જશે.

હોમવર્ક ન લાવતાં શિક્ષકે વિધાર્થીને પહેરાવી બંગડી | students who did not  done homework teacher punish them with bangles in mehsana

5. પોલીથીનની મદદ લોઃ 
ઘણી વખત ઘરમાં ગ્લવ્સ હોતા નથી, આ સ્થિતિમાં તમે તે પોલીથીનની મદદ લઈ શકો છો. જેમાં શાકભાજી કે કરીયાણુ વારંવાર તમારા ઘરે આવે છે. આ માટે તમારા હાથમાં પોલિથીન પહેરો અને તેના પર થોડું તેલ લગાવો. આ પછી જ બંગડીઓ સાથે રાખો, આના કારણે બંગડી તરત જ કાંડા પર પડી જશે અને તમને જરાય દુખાવો નહીં થાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ