બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AMA Joint Secretary Sahil Shah statement on jamnagar Omicron case

સાવચેતી / 'બાળકોને ઝડપથી વેક્સિન મળે તે જરૂરી', ગુજરાતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી થતા AMAના જોઈન્ટ સેક્રેટરીનું નિવેદન

Hiren

Last Updated: 02:38 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. ત્યારે AMAના જોઈન્ટ સેક્રેટરી સાહિલ શાહે મોટું નિવેદન આપ્યું છે.

  • રાજ્યમાં જામનગરમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ
  • ઓમિક્રોનની આફત સામે સરકારે લોક મેળાવડા અટકવવા જરૂરીઃ AMAના જોઈન્ટ સેક્રેટરી
  • બાળકોને ઝડપી વેક્સિન મળે તે જરૂરીઃ સાહિલ શાહ

જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો. જોકે જામનગરના આ શંકાસ્પદ વ્યક્તિ વિશે તંત્ર જાણ થતાં જ ઘરનાં 10 સભ્યોનો તાત્કાલિક કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તમામ ઘરના સભ્યો નેગેટિવ સાબિત થયા હતા. ટ્રાવેલ હિસ્ટ્રી જોવા જઈએ 87 જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા અને ચાર લોકો પ્રવાસમાં સાથે જ હતા. તે તમામ 87નાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે ગુજરાતમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાતા AMAના જોઈન્ટ સેક્રેટરી સાહિલ શાહે આ અંગે નિવેદન આપ્યું છે.

AMAના જોઈન્ટ સેક્રેટરી સાહિલ શાહનું મોટું નિવેદન 

સાહિલ શાહે જણાવ્યું છે કે, ઓમિક્રોનની આફત સામે સરકારે લોક મેળાવડા અટકવવા જરૂરી છે. ઓમિક્રોન ખૂબ ઝડપી બીજા વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. સરકારે લોકો પાસે નિયમ પાલન કરાવવું જોઇએ. ઓમિક્રોન નાના બાળકોને પણ સંક્રમિત કરી શકે છે. બાળકોને ઝડપી વેક્સિન મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. ST અને રેલવેમાં લોકોની સંખ્યા નક્કી કરવી જોઇએ.

ગભરાવવાની જરૂર નથી સાવચેતી રાખવી જરૂરી: નોડલ ઓફિસર એસ.એસ.ચેટરજી

રાજ્યમાં જામનગરમાં નોંધાયો ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ત્યારે કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર એસ.એસ.ચેટરજીએ આ અંગે કહ્યું કે ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા કરતા પાંચ ગણો વધારે ઝડપી ફેલાય છે. ઓમિક્રોન અન્ય વેરિઅન્ટ જેવો જ છે. અને તેના પર પણ વેક્સિન અસર કરવી જોઇએ. જો કે વેક્સિન અંગે હાલ કંઇ પણ કહેવું વહેલું હશે. ઓમિક્રોનમાં પણ અન્ય વેરિઅન્ટ જેવી જ સારવાર અપાઇ રહી છે. અને આ વેરિઅન્ટમાં પણ અન્ય વેરિઅન્ટ જેવા જ લક્ષણો છે.

ગુજરાતમાં 35 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ જ નથી લીધો

કોરોના રસીની વાત કરતા મુખ્યસચિવે કહ્યું કે રાજ્યમાં 35 લાખ લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો જ નથી.

જામનગરની રિલાયન્સ હોસ્પિટલમાં દર્દીને કરાયો દાખલ

ઓમિક્રોનને પગલે આરોગ્ય વિભાગથી લઈને મુખ્યમંત્રી સુધી સક્રિયતા જોવાઇ રહી છે. ઝિમ્બાબ્વેથી આવેલા શખ્સનું 30 તારીખે સેમ્પલ લેવામાં આવ્યુ હતું.બાદમાં 1લી તારીખે સેમ્પલને જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયુ હતું.બાદમાં ગુજરાત બાયોલોજીકલ સેન્ટરના રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ઠિ કરવામાં આવી હતી.તથા હાલમાં આ શખ્સને સારવાર અર્થે જામનગરની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મુસાફરોના ચેકિંગના આપ્યા આદેશ

સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રીએ પણ આરોગ્ય અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને આઇસોલેશન સહિતની વ્યવસ્થાને સઘન બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. તથા એરપોર્ટ પર પણ વિશેષ તકેદારી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તથા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુસાફરોનું ચેકિંગ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ