બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભાવનગર / All the accused including Yuvraj Sinh will remain in Bhavnagar jail

ઝટકો / તોડકાંડ: કોર્ટે ફગાવી જેલ ટ્રાન્સફરની અરજી, યુવરાજસિંહ સહિત તમામ આરોપીઓ રહેશે ભાવનગરની જેલમાં

Malay

Last Updated: 01:41 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy Kand: ભાવનગર ડમીકાંડમાં તોડકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. ત્યારે આ તોડકાંડના તમામ આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને ફગાવી દેવામાં આવી છે.

  • તોડકાંડના આરોપી રહેશે ભાવનગરની જેલમાં
  • કોર્ટે આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી
  • 6 આરોપીઓને અન્ય જેલમાં ટ્રાન્સફરની થઈ હતી માગ

ભાવનગરના ડમીકાંડમાં તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને નામંજૂર કરવામાં આવી છે. આરોપીઓની અરજી નામંજૂર કરવામાં આવતા હવે આરોપીઓ ભાવનગરની જેલમાં જ રહેશે. 

જેલ ટ્રાન્સફરની માંગ કરતી અરજી ફગાવાઈ
તોડકાંડના આરોપીઓ યુવરાજસિંહ, શિવુભા, કાનભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ અને અલ્ફાઝ સાથે જેલમાં અણબનાવ ન બને તે માટે જેલ ટ્રાન્સફરની માંગ સાથે પ્રશાસન દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીમાં તોડકાંડના 6 આરોપીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ અરજીને ભાવનગર ફાસ્ટટ્રેક કોર્ટના એડિશનલ જજે ફગાવી દીધી છે. 

નવા-નવા થઈ રહ્યા છે ખુલાસા 
તોડકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લગાવનાર બિપિન ત્રિવેદીએ વધુ એક મોટો ભાંડો ફોડ્યો છે. બિપિન ત્રિવેદીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં કેટલાક નામ જાહેર ન કરવા માટે મોટો તોડ કર્યો હતો. યુવરાજસિંહ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા તોડબાજી કરતા હતા. આ કામમાં યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પણ મદદ કરતા હતા. બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા વચેટિયા બની રૂપિયા ઉઘરાવતા હતા. જેમાંથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામને  10 ટકા કમિશન મળતું હતું. બંને વચેટિયા કમિશન વધારવાની માંગ કરતા હતા. જોકે, યુવરાજસિંહે વધુ કમિશન ન આપતા બિપિને ભાંડો ફોડ્યો હતો. 

પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ મળ્યા પુરાવા
આપને જણાવી દઈએ કે, પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. જે મુજબ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરના દહેગામમાં પોતાના સસરાના નામે પ્લોટ ખરીદ્યો હતો. દહેગામમાં યુવરાજસિંહના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પત્ની દહેગામમાં રહેતી હોવાની યુવરાજસિંહે પ્લોટ ખરીદ્યો હોવાની આશંકા છે. પ્લોટ ખરીદવા માટે યુવરાજસિંહે બિલ્ડરને 13 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડર સાથે કરેલા વ્યવહારની ડાયરી પોલીસને મળી છે. 

જાણો સમગ્ર કેસ
બિપિન ત્રિવેદીના આક્ષેપો

બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો. 

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે. 

21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી
તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી છે. જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ