ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતના મીઠુંની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે, કારણ કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મએ મીઠું પર આપેલા નિવેદન અને ત્યારબાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે પ્રતિક્રિયા આપતા વિવાદિત ટ્વિટ કર્યુ.
મીઠું મુદ્દે થઈ રહેલી મહાભારતની સમગ્ર માહિતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે સભામાં સંબોધન કરતા સમયે કહ્યુ કે ગુજરાતમાં દેશનું 76% મીઠું બને છે. તો એવું કહી શકાય કે સમગ્ર દેશવાસી ગુજરાતનું મીઠું ખાય છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે ટ્વિટ કરી અને તેમાં લખ્યું કે દ્રોપદી મુર્મ જેવી રાષ્ટ્રપતિ કોઈ દેશને ન મળે. ચમચાગીરીની પણ હદ છે, રાષ્ટ્રપતિ કહે છે કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે, ખુદ પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે.
મીઠુંના ઉત્પાદનમાં ભારત ત્રીજા નંબર પર
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મીઠુંનુ સૌથી વધારે ઉત્પાદન કરવામાં ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા સ્થાને છે. આંકડાઓ અનુસાર દેશમાં મીઠુંનુ સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 2021-2022માં દેશમાં 266 લાખ ટનથી પણ વધારે મીઠુંનુ ઉત્પાદન થયું જેમાંથી 227.65 લાખ ટન એટલે કે 85% મીઠુંનુ ઉત્પાદન ગુજરાતમાં થયુ હતુ. ગુજરાત બાદ સૌથી વધુ મીઠુંનુ ઉત્પાદન તમિલનાડુ (17.27 લાખ ટન) અને રાજસ્થાનમાં (16.90 લાખ ટન) થયુ હતુ.
ફરાળી મીઠું માટે ભારત છે પાકિસ્તાન પર નિર્ભર
ADVERTISEMENT
મીઠુંનુ સૌથી વધારે ઉત્પાદન કરવામાં ભારત ત્રીજા નંબર પર છે,ન 2020-21માં લગભગ 870 કરોડ રૂપિયાનું 66 લાખ ટન મીઠાંનુ નિકાસ કરવામાં આવ્યુ. ભારતનું મીઠું ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, નેપાળ, અને તાઈવાન જેવા દેશો પણ ખાય છે. પણ ફરાળી મીઠું માટે આપણે પાકિસ્તાન પર નિર્ભર છીએ.
ભારતમાં ફરાળી મીઠુંનુ ઉત્પાદન નથી થતું, જ્યારે પાકિસ્તાન ફરાળી મીઠું પકવવામાં ખૂબ જ આગળ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખેવડા નામની મીઠાની ખાણ છે. અહીં દર વર્ષે 4 લાખ ટનછી વધારે ફરાળી મીઠું બને છે. ઈન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સની રિપોર્ટ અનુસાર 2018-19માં ભારતે 74,457 ટન સિંધા લૂણ આયાત કર્યુ હતુ. જેમાંથી 74,413 ટન એટલે કે 99%થી પણ વધારે ફરાળી મીઠું પાકિસ્તાનથી આવ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ