ઈઝરાયલના પીએમ બનનાર નેફ્તાલી બેનેટ સ્પેશિયલ ફોર્સના કમાન્ડો રહી ચૂક્યા છે.
નેતન્યાહૂની સરખામણીએ યુવા અને ઉર્જાવાન
મોર્ડન હોવાની સાથે ધાર્મિક પણ બન્યા
બેનેટનો ઈતિહાસ ઘણો વિવાદાસ્પદ
નેતન્યાહૂની સરખામણીએ યુવા અને ઉર્જાવાન
બેનેટ દરેક રીતે શક્તિશાળી અને રાજનીતિથી માંડી બિઝનેસમેન સુધી પોતાને સાબિત કરતા રહ્યા છે. અમેરિકન અપ્રવાસી વ્યક્તિની સંતાન બનેટ 71 વર્ષીય નેતન્યાહૂની સરખામણીએ યુવા અને ઉર્જાવાન છે. બેનેટનો જન્મ ઈઝરાઈલના હાયફા શહેરમાંથયો હતો. તે યહૂદી છે. તેલઅવીવમાં કહેનારા બેનેટ પીએમ સાથે રહેતા સરકારના નાણા મંત્રાલય અને શિક્ષણ સહિત મહત્વના વિભાગો જોઈ ચૂક્યા છે. સાથે તે ઈઝરાઈલી સેના કમાન્ડર રહી ચૂક્યા છે.
Naftali Bennett becomes Israel's new PM, ending Netanyahu's 12-year reign
બેનેટના માતા પિતા અમેરિકામાં જન્મયા હતા. તેમના માતા પિતા કામથી અમેરિકાનો અવાર નવા પ્રવાસ કરતા હતા. બેનેટના વ્યક્તિત્વમાં તેના અનેક ગુણો આવ્યા છે. ન ફક્ત અંગ્રેજી ભાષા પર બલ્કે તેમની પકડ બની બલ્કે તે મોર્ડન હોવાની સાથે ધાર્મિક પણ બન્યા. એ જ કારણ છે કે તે ખાનગી જીવનમાં યહુદી માન્યતા ધરાવે છે. તે માથા પર એક ધાર્મિક ટોપી પહેરે છે જે કટ્ટર યહૂદી વિચારધારા વાળા લોકો પહેરે છે તેને કિપ્પા કહે છે. બેનેટ આ દેશના પહેલા પીએમ હશે જે કિપ્પા પહેરે છે.
બેનેટનો ઈતિહાસ ઘણો વિવાદાસ્પદ
વર્ષ 1996માં તેમણે હિજબુલ્લાહની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને લીડ કરી. બાદમાં ઈઝરાયલી પ્રેસ Yedioth Ahronothએ તેમના પર આરોપ લગાવ્યો કે આ કાર્યવાહીમાં 106 લેબનાની નાગરિક માર્યા ગયા હતા. મરનારમાં યુએનના 4 લોકો પણ હતા. સેના છોડ્યા બાદ તેમણે તેલ અવીવમાં એક ટેક કંપની શરુ કરી. જેણે થોડાક જ સમયમાં 145 મિલિયન ડોલરમાં વેચી મારી. કંપની વેચી તેઓ રાજકારણમાં આવી ગયા. ત્યારે નેતન્યાહૂ વિપક્ષ પાર્ટીમાં હતા. બેનેટ તેમને જ મળ્યાને કામકાજ કરવા લાગ્યા. 5 વર્ષ બાદ બેનેટે નેતન્યાહૂને છોડી દીધા અને યેશા કાઉન્સિલ ચલાવવા લાગ્યા જે વેસ્ટ બેંકમાં યહૂદીઓના હિત માટે કામ કરતી હતી.
નેફ્તાલીને હાઈલાઈનર રાષ્ટ્રવાદી નેતા મનાય છે
ઉલ્લેખનીય છે કે તે હંમેશા ઈઝરાયલને આગળ લઈ જવાની વાત કરતા હોય અને અનેક વાર એવો ઈશારો કરી ચૂક્યા છે કે ફિલિસ્તાની સ્ટેટ બનવું ઈઝરાયલ માટે ખતરનાક હોઈ સકે છે. ત્યાં સુધી કે તે કોઈ પ્રસંગ પર એવુ કહી ચૂક્યા છે કે ફિલીસ્તાન ક્યારેય નહોંતુ.
ગઠબંધનનું અરબ દેશો માટે નરમ વલણ
બેનેટ ભલે ફિલીસ્તાનના હોવાથી ઈનકાર કરે અને તેને લઈને આક્રમક હોય પરંતુ હવે તેમાં એક નવો વળાંક આવી ચૂક્યો છે. હકિકતમાં તે ગઠબંધન સરકારથી છે. જેમાં અલગ અલગ વિચારધારાના દળો છે. બીજા દળોને લઈને અરબ દેશોનો સહકાર મળેલો છે અને તે તેમની તરફથી નરમ વલણ ધરાવે છે. એવું પણ બની શકે કે સત્તા પર બની રહેવા માટે બેનેટ ફિલીસ્તાનને લઈને પોતાનું વલણ બદલવું પડે.