બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Alia Bhatt's May Face Trouble For Violating Pandemic Act Bmc To Issue Notice For 14 Days Home Quarantine
ADVERTISEMENT

BMCએ આલિયા ભટ્ટ પર કોવિડ-19 માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં તેમાંય ખાસ કરીને મુંબઈમાં કોરોના કેસો સતત વધી રહ્યાં છે. બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધીમાં 32 એવા દર્દીઓ મળી આવ્યા છે જેઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે, તો આ તરફ બોલિવૂડમાં પણ કરીના કપૂરથી લઈને શનાયા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આલિયા ભટ્ટ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના નિશાના પર છે. BMCએ અભિનેત્રી પર કોવિડ-19 માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ બુધવારે દિલ્હીમાં પોતાની બ્રહ્માસ્ત્રના મોશન પોસ્ટરના લોન્ચ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેની સાથે રણબીર કપૂર અને આયાન મુખર્જી પણ હતાં. હવે આ ત્રણેયને મુંબઈમાં 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સૂચના આપી શકાય છે.

ADVERTISEMENT
BMC મુંબઈ પરત ફરેલી આલિયાને નોટિસ મોકલી શકે છે
આલિયા ભટ્ટ ગુરુવારે મુંબઈ પરત ફરી હતી. જ્યારે રણબીર કપૂર અને અયાન મુખર્જી હાલ પોતાના ઘરે પરત ફર્યા નથી. BMC સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ સ્ટાર્સ સામે મહામારી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આલિયા ભટ્ટનો RT-PCR રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય, પરંતુ BMCના નિયમો અનુસાર તે 'હાઈ રિસ્ક' કોન્ટેક્ટ છે. આવી સ્થિતિમાં, તેઓએ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
ADVERTISEMENT
ત્રણ દિવસમાં છ સેલિબ્રિટી કોરોના પોઝિટિવ
BMC હાલ મામલાની તપાસ કરી રહી છે. આલિયાને હજુ સુધી કોઈ નોટિસ મોકલવામાં આવી નથી. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે સેલિબ્રિટીઓમાં કોરોનાનું જોખમ વધ્યું છે તે જોતા મહાનગરપાલિકા પણ ચિંતિત છે. માત્ર બે દિવસમાં કરીના કપૂર, અમૃતા અરોરા, સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની દીકરી શનાયા કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને તેમનો નાનો દીકરો યોહાન, તમામ 6 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
કરીનાથી લઈને કરણ જોહર સુધી BMCની કડકાઈ
કરીના કપૂરની સાથે BMCએ મહીપ કપૂરના ઘરને પણ સીલ કરી દીધું છે. આ તમામ સેલિબ્રિટીઓ ગયા અઠવાડિયે કરણ જોહરના ઘરે પાર્ટી કરવા પહોંચી હતી. BMCએ પાર્ટીના મહેમાનો અને સેલિબ્રિટીના સ્ટાફ સહિત 40 લોકોનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે. કરણ જોહર અને મલાઈકા અરોરાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરણ જોહરના ઘરને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

કરણ જોહરે નારાજગી વ્યક્ત કરી હતી
બુધવારે કરણ જોહરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી કરવાને કારણે આ ચેપ ફેલાયો છે. આના પર કરણે કહ્યું, 'જ્યારે 8 લોકો મળે છે, તેને પાર્ટી ન કહેવાય. મારું ઘર કોવિડ હોટસ્પોટ નથી. BMCએ કરણ જોહરની માતા હીરૂ જોહરને પણ RT-PCR કરાવ્યું છે. બીજી તરફ, કરીના કપૂરના ઘરે કામ કરતી નોકરાણી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.