બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Alert Do not make these mistakes in online sale or offers bank account will be empty

કામની વાત / 'સેલ.. સેલ..સેલ' આવી ઑફર્સના ચક્કરમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ, નહીં તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

Megha

Last Updated: 04:21 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના જમાનામાં લોકો માર્કેટમાં જવાને બદલે ઓનલાઈન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે પણ લોકો એક વાત ભૂલી જાય છે કે છેતરપિંડી કરનારાઓ આકર્ષક ઑફર્સ દ્વારા છેતરપિંડી કરે છે

  • માર્કેટમાં જવાને બદલે લોકો ઓનલાઈન વસ્તુઓ ખરીદે છે
  • ઓનલાઈન શોપિંગ સમયે આ ભૂલો ટાળો 
  • સેલ, આકર્ષક ડીલ્સ અને ઓફર્સના ચક્કરમાં છેતરપિંડીના શિકાર ન બનો 

હવે જો એમ કહેવામાં આવે કે લોકોની ખરીદી કરવાની રીત બદલાઈ ગઈ છે તો કદાચ તેમાં કંઈ ખોટું નહીં હોય કારણ કે આજના જમાનામાં લોકો માર્કેટમાં જવાને બદલે ઓનલાઈન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે અને તેની પાછળ કેટલાક કારણો છે, જેમાંથી પહેલું છે સેલ, આકર્ષક ડીલ્સ અને ઓફર્સ. 

આ લોભામણી ઓફરો પાછળ લોકો આકર્ષાય છે અને આ વચ્ચે તેઓ એક વાત ભૂલી જાય છે કે છેતરપિંડી કરનારાઓ આ આકર્ષક ઑફર્સ દ્વારા છેતરપિંડી કરીને મિનિટોમાં પૈસા પણ ઉડાવી શકે છે. એટલે માટે જ્યારે પણ ઓનલાઈન શોપિંગ કરો ત્યારે આવી કેટલીક ભૂલો કરવાથી બચવું ખૂબ જરૂરી છે. 

થર્ડ પાર્ટી લિંક્સ ટાળો
 ક્યારેય મેસેજ, વોટ્સએપ કે અન્ય માધ્યમો દ્વારા કોઈ આકર્ષક ઓફરની લિંક આપવામાં આવે તો તેને ચેક કર્યા વિના ક્લિક કરશો નહીં. કારણ કે છેતરપિંડી કરનારાઓ આવી નકલી લિંક્સ મોકલીને તમારા મોબાઈલને હેક કરી શકે છે અને એકાઉન્ટ ખાલી કરી શકે છે.

ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે સાવચેત રહો
આવી ઘણી એપ્સ છે જે સામાન્ય રીતે બીજી એપ્સ અથવા વેબસાઇટ્સથી ખૂબ સારું ડિસ્કાઉન્ટ આપે છે અને આવી ઓફરથી લોભાઈને લોકો ઓર્ડર કરે છે અને એ સાથે જ ઓનલાઇન ચૂકવણી કરી દે છે. એવામાં ખાસ ધ્યાન રાખો કે નવી એપ્લિકેશન કે વેબસાઇટ્સ પરથી ઓર્ડર કરતાં સમયે ફક્ત કેશ ઓન ડિલિવરી પેમેન્ટનો વિકલ્પ રાખો જેથી છેતરપિંડીથી બચી શકાય. 

પાસવર્ડનો ઉપયોગ ટાળો 
જ્યારે કોઈપણ વેબસાઈટ અથવા એપ પરથી ખરીદી કરો છો, ત્યારે પેમેન્ટ કરતી વખતે તમારો પાસવર્ડ નાખવાની ભૂલ ન કરવી જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે પાસવર્ડને બદલે OTP નો જ ઉપયોગ કરવો કોઈએ નહિંતર છેતરપિંડી કરનારાઓ તમારો પાસવર્ડ હેક કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. 

નકલી એપ્સના ઉપયોગથી બચો 
જ્યારથી ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે ત્યારથી અનેક પ્રકારની એપ્સ અને વેબસાઈટ્સ સામે આવી છે. આમાંના કોઈ વિશ્વસનીય છે તો ઘણી નકલી છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે નકલી એપ્સથી દૂર રહો અને હંમેશા ભરોસાપાત્ર એપ અથવા વેબસાઇટ પરથી ખરીદી કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ