બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / alert danger of corona still persist after taking both the doses of corona vaccine

ચિંતાજનક / સાવધાન : રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંકટ, રસીને લઈને થયો આ મોટો ખુલાસો

Dharmishtha

Last Updated: 09:55 AM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાની ધીમી સ્પીડે પણ એક વાર ફરી વધી રહ્યા છે. બન્ને ડોઝ લેનારા થઈ રહ્યા છે સંક્રમિત.

  • રસીના ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે
  • રસીના બન્ને ડોઝ લેનારાથી તેમના પરિવારના અન્યોને સંક્રમિત કરવાનું સંકટ 38 ટકા
  • રસી સંપૂર્ણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે

રસીના ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે

વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોએ સતર્ક રહેવાની જરુર છે. ધ લાસેન્ટ તરફથી કરવામાં આવેલી શોધમાં ખબર પડી છે કે કોરોનાની રસીના ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. એટલું જ નહીં આવા લોકોથી પરિવારના અન્યોને સંક્રમિત કરવાનું સંકટ 38 ટકા છે. 

રસી સંપૂર્ણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે

શોધમાં જોવા મળ્યું છે કે લંડન અને બોલ્ટનમાં સપ્ટેમ્બર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી કુલ 440 પરિવારોનો પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો. શોધમાં જોવા મળ્યું કે કોરોનાના બે ડોઝ લઈ ચૂકેલા લોકો કોરોના સંક્રમિત થવાની આશંકા ઘણી ઓછી થઈ રહી છે પરંતુ સંપૂર્ણ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. શોધ સાથે જોડાયેલા ઈમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર અજિત લાલવાનીએ કહ્યું બન્ને ડોઝ લેનારાને પણ સંક્રમણ થઈ રહ્યું છે. તેવામાં જ્યાં સુધી દરેકને રસી ન લાગી જાય ત્યાં સુધી કોરોનાનું સંકટ બનેલું રહેશે.

 કોરોનાની ગાઈડલાઈન પાળવી પડશે

સહ શોધકર્તા ડો. અનિકા સિંગાનયાગમ કહે છે કે આ શોધમાં સ્પષ્ટ થઈ ગયું છે કે જો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી વધી રહ્યો છે. દુનિયાની મોટી વસ્તી હજું પણ રસીથી દૂર છે. જે દેશોમાં ફ્રી રસી લગાવાઈ રહી છે. ત્યાં લોકો આગળ નથી આવી રહ્યા. તેવામાં કોરોનાનો ખતરો ઓછા જરુર થયો છે પરંતુ ખતમ નથી થયો. ત્યાં કોરોનાની ગાઈડલાઈન પાળવી પડશે.

મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત 6 રાજ્યોમાં પહોંચ્યો નવો વેરિએન્ટ

દુનિયાના કેટલાક દેશોમાં હજું પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ ખરાબ છે. જ્યારે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છે કેમ કે 6 રાજ્યોમાં નવો વેરિએન્ટ AY.4.2 પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. કેરળ, જમ્મુ કાશ્મીર અને તેલંગાના સામેલ છે. વિશેષજ્ઞોના જણાવ્યાનુસાર આ નવા વેરિએન્ટની તપાસ ચાલી રહી છે. તેમનું કહેવું છે કે આ નવો વેરિએન્ટ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ગ્રુપથી છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના મામલામાં એક વાર ફરી સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 1482 નવા કેસ સામે આવ્યા છે. આના કારણે 38 લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ