બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar Samrat Prithviraj movie pramotion is based on the strategy of the kashmir files
ધ કાશ્મીર ફાઇલ્સની ફોર્મ્યુલા અક્ષયને ગમી ગઈ!
દેશમાં હાલમાં જાણે હિન્દુત્વની હવા ચાલી રહી છે. જે હિન્દુત્વના પક્ષમાં હશે તે સફળ થશે અને લોકોનો સાથ પણ મળશે, એવામાં પોતાની ફિલ્મને હિટ કરાવી દેવા માટે અક્ષય કુમારની વહેતા પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે. અક્ષય કુમાર આખા દેશમાં એક માહોલ બનાવવા માંગે છે, જેવો માહોલ ધ કાશ્મીર ફાઇલ્સ માટે બન્યો હતો.
ADVERTISEMENT
ધ કાશ્મીરની સફળતા વિશે આખો દેશ જાણે છે, પ્રધાનમંત્રીથી લઈને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય નેતાઓ સાથે ફિલ્મની ટીમે મુલાકાતો કરી. અનેક રાજ્યોમાં ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ગઈ અને આખા દેશમાં જાણે એક મૂવી માટે મોટું અભિયાન જ ઊભું થઈ ગયું. દેશની જનતા ફિલ્મ સાથે જોડાઈ ગઈ છે અને આ ફિલ્મ તો જોવી જ જોઈએ એવું સોશ્યલ મીડિયામાં અભિયાન ઉપડી ગયું. અરે રેસ્ટોરન્ટમાં ફ્રી જલેબી ફાફડાથી લઈને રિક્ષામાં ફ્રી મુસાફરી સુધી, નાના-નાના લોકોએ ધ કાશ્મીર ફાઇલ્સ માટે જાતજાતની ઑફર્સ આપી. અક્ષય કુમારની ઈચ્છા પણ ક્યાંકને ક્યાંક આવી જ છે. માત્ર 14 કરોડ રૂપિયામાં બનેલ ધ કાશ્મીર ફાઇલ્સ 380 કરોડની કમાણી સાથે સુપર ડુપર હિટ થઈ હતી.
હિન્દુત્વમાં એકદમ ફિટ બેસે છે અક્ષયની મૂવી
સમ્રાટ પૃથ્વીરાજ એક હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની જિંદગી પર આધારિત ફિલ્મ છે, નાનપણથી ઈતિહાસની ચોપડીઓમાં લોકોએ પૃથ્વીરાજ અને મોહમ્મદ ગોરી વચ્ચેના યુદ્ધ વિશે જાન્યુ છે. એવામાં લોકો સરળતાથી આ ફિલ્મ સાથે કનેક્ટ કરી શકે છે.
ADVERTISEMENT
हर हर महादेव ! pic.twitter.com/e8usWsE8r2
— Akshay Kumar (@akshaykumar) May 30, 2022
ADVERTISEMENT
An unforgettable experience. आज श्री सोमनाथ मंदिर में आशीर्वाद लिया. हर हर महादेव 🚩🙏🏻 #SamratPrithvirajLegacy https://t.co/TlNN7iw4ha
— Akshay Kumar (@akshaykumar) May 31, 2022
ADVERTISEMENT
અક્ષય કુમારે કઈ રીતે કર્યું પ્રમોશન
અક્ષય કુમાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન માટે ગયા અને ત્યાં ગંગા ઘાટ પર આરતી કરી. મા ગંગાના પવિત્ર જળમાં ડૂબકી પણ લગાવી, આટલું જ નહીં દાદા સોમનાથના દર્શન માટે પણ અક્ષય કુમાર આવ્યા. ગળામાં રુદ્રાક્ષની માળા સાથે ફિલ્મના પ્રમોશનમાં અક્ષય કુમારે કોઈ કસર છોડી નથી.
દિગ્ગજ નેતાઓના કારણે ખૂબ પબ્લિસિટી મળી ગઈ
મૂવીની ચર્ચા દેશભરમાં થાય અને તે માટે દિલ્હીમાં એક સ્પેશ્યલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમના પત્ની સાથે આવ્યા અને તે બાદ મૂવીના ખૂબ વખાણ પણ કર્યા. લખનૌમાં પણ યુપીના મુખ્યમંત્રી અને હિન્દુઓના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ સાથે અક્ષય કુમારે આ મૂવી ફરીથી જોઈ. યુપીમાં તો મુખ્યમંત્રીએ આખી કેબિનેટને ફિલ્મ જોવા બેસાડ્યા. સામાન્ય પણે જ્યારે બોલિવૂડમાં કોઈ મૂવી રીલીઝ થાય ત્યારે તેના પ્રમોશન માટે જ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પણ આ બે દિગ્ગજ નેતાઓના કારણે અક્ષય કુમારને એટલી બધી પબ્લિસિટી મળી ગઈ જે કરોડોના ખર્ચ બાદ પણ ન મળે.
ADVERTISEMENT
A very emotional and proud evening for me. Had the rare honour of having Hon’ble Home Minister @AmitShah ji watch #SamratPrithviraj. उनकी हमारी फ़िल्म के लिए प्रशंसा ने हमारी मेहनत सफल कर दी! Ever so thankful 🙏🏻 pic.twitter.com/mMChTSucS7
— Akshay Kumar (@akshaykumar) June 1, 2022
ADVERTISEMENT
UP | We announce that the movie 'Samrat Prithviraj' will be made tax-free in Uttar Pradesh so that a common man can also watch this movie: UP CM Yogi Adityanath in Lucknow pic.twitter.com/3cui55yA0O
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 2, 2022
શું હિન્દુત્વ પર બનેલ તમામ ફિલ્મોને આ રીતે જ ટેક્સ ફ્રી કરી દેવાશે?
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે, આ પહેલા ધ કાશ્મીર ફાઇલ્સને પણ આ રીતે જ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ધીમે ધીમે આગળ જતાં અન્ય રાજ્યોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળશે તેવું લાગી રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે શું હવેથી દેશની અંદર તમામ હિન્દુત્વને લગતી ફિલ્મો પરથી ટેક્સ હટાવી દેવામાં આવશે?
इस प्रोत्साहन के लिए बहुत बहुत धन्यवाद @myogiadityanath जी 🙏🏻 https://t.co/oRqmBsdXMF
— Akshay Kumar (@akshaykumar) June 2, 2022
.@ChouhanShivraj ji आपका ये निर्णय भारत के एक महान योद्धा की अद्भुत कहानी और भी लोगों तक पहुँचाने में मदद करेगा। सम्राट पृथ्वीराज की पूरी टीम की ओर से बहुत बहुत धन्यवाद 🙏🏻 https://t.co/vw12TmnsoQ
— Akshay Kumar (@akshaykumar) June 2, 2022
सम्राट पृथ्वीराज फ़िल्म के लिए आपके समर्थन और इतने अच्छे शब्दों के लिए तहे दिल से शुक्रिया @pushkardhami ji 🙏🏻 https://t.co/BrZAFoNTBk
— Akshay Kumar (@akshaykumar) June 2, 2022
અક્ષયે કહ્યું, આપણાં રાજા-મહારાજા વિશે ચોપડીઓમાં કેમ કશું નથી
બીજી તરફ અક્ષય કુમારે ANIને આપેલ ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપ્યું કે દેશભરમાં તેના પર વિવાદ ઊભો થઈ ગયો. અક્ષયે કહ્યું હતું કે દુર્ભાગ્ય છે કે ઈતિહાસની ચોપડીઓમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે માત્ર બે ત્રણ લાઇન જ છે. પણ આક્રમણકારીઓ વિશે ઘણું બધુ આપવામાં આવ્યું છે. આપણાં મહારાજાઓ વિશે કદાચ જ કઈક આપવામાં આવ્યું છે. હું એમ નથી કહેતો કે આપણે મુઘલ વિશે ન ભણવું જોઈએ પણ બેલેન્સ કરવાની જરૂર છે. રાજાઓ વિશે જાણકારી આપવાની જરૂર છે, કારણ કે તે પણ મહાન હતા. જોકે તે બાદ ઘણા લોકોએ અક્ષય કુમારને ટ્રોલ પણ કરી નાંખ્યો હતો કે અક્ષય કુમારે સરખું ઈતિહાસ વાંચ્યું જ નથી.
જોકે જોવાનું એ રહે છે કે કાશ્મીર ફાઇલ્સમાં જેમ લોકો સીધા જ જોડાઈ ગયા છે તેમ અક્ષય કુમારને પણ રિસ્પોન્સ આપે છે કે નહીં, અને ફિલ્મોને હિટ કરાવવાનો આ ટ્રેન્ડ આગળ વધે છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.