બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / akshay kumar donates 500 wristbands to nashik police

VIRAL / અક્ષય કુમારે કરી આવી રીતે પોલીસોને મદદ, ફરીથી એક વખત જીતી લીધું બધાનું દિલ

Published By: Krupa

Last Updated: 06:50 PM, 16 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. તેને લઇને લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. કોરોના વાયરસની લડત સામે ઘણા બધા લોકો મદદ કરવા આગળ આવ્યા છે. બોલીવુડની પણ ઘણી હસ્તિઓએ મદદ માટે પીએમ ફંડમાં પણ દાન કર્યા હતા. ત્યારે હવે અક્ષય કુમારે ફરીથી એક વખત પોલીસની મદદ કરીને બધાનું દિલ જીતી લીધું છે.

  • અક્ષય કુમારે નાસિકના ફ્રંટલાઇન વર્કર્સને પોતાનું સમર્થન આપ્યું છે
  • અભિનેતાએ નાસિક પોલીસને 500 સ્માર્ટવૉચ દાન આપી છે
  • આ બેન્ડ ભારતમાં ઘણા બધા પ્રકારે ઉપલબ્ધ હશે

અભિનેતા અક્ષય કુમારે નાસિના ફ્રંટલાઇન વર્કર્સને પોતાનુ સમર્થન આપ્યું છે. મુંબઇ પોલીસે વાયરસના લક્ષણોને ટ્રેક કરનારી 1000 સ્માર્ટવૉચ દાન કર્યા બાદ અભિનેતાએ નાસિક પોલીસે પણ 500 સ્માર્ટવૉચ દાન આપી છે. અક્ષય કુમાર કોરોના વાયરસ મહામારીથી લડવામાં સતત પોલીસ પ્રશાસનની મદદ કરી રહ્યો છે. 

500 સ્માર્ટવૉચ દાન આપવા પર નાસિક પોલીસ કમિશ્નરે કહ્યું, 'અમે 500 સ્માર્ટવૉચના દાન કરવા માટે અક્ષય કુમારના આભારી છીએ. આ સ્માર્ટવૉચનો ઉપયોગ આપણા ફ્રંટલાઇન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે, જે 45 વર્ષથી વધારે ઉમંરના છે એમના શરીરનું તાપમાન, હૃદય ગતિ ડેટા COVID ડેશબોર્ડ પર એકત્ર કરવામાં આવશે, જે કેન્દ્રીય રૂપથી પોલીસ બળ દ્વારા દેખરેખ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ ડેશબોર્ડ્સ, જે બીએમઆઇના રેકોર્ડ પણ સતત ટ્રેક કરવામાં આવશે. 

આ બેન્ડ ભારતમાં ઘણા પ્રકારે ઉપલબ્ધ હશે. એને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા પહેલા ફ્રંટલાઇન વર્કર્સને તત્કાલ રૂપથી આપવામાં નિશ્ચિત કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે આ પહેલા કોરોના વિરુદ્ધની લડતમાં બોલિવુડના ખેલાડી અક્ષયકુમારે 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bollywood Nashik police અક્ષય કુમાર કોરોના વાયરસ નાસિક પોલીસ સ્માર્ટવોચ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ