બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / akshay kumar applies for indian passport gives up canadian citizenship

બોલીવુડ / અક્ષય કુમારે ભારતીય પાસપોર્ટ માટે કર્યું એપ્લાઇ, કહ્યું, આ કારણે દુ:ખી છું

Published By: Mehul

Last Updated: 10:06 PM, 6 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર બોલીવુડના સૌથી ફેમસ અને વધારે કમાણી કરતા એક્ટર્સમાંથી એક છે. અક્ષય કુમાર ઘણીવાર પોતાની ફિલ્મોને લઇને સમાચારમાં રહેતા હોય છે. કેટલાક સમય પહેલા અક્ષય કુમારની પાસે કેનાડાની નાગરિકતા હોવા પર તેઓની ટીકા કરવામાં આવી હતી. આ વાતને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.

  • અક્ષય કુમાર અને કરીના કપૂર પોતાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું પ્રમોશન કરવા પહોંચ્યા
  • અક્ષય કુમારે ખુલાસો કર્યો, કહ્યું- મેં ભારતીય પાસપોર્ટ બનાવવાની અરજી આપી છે
  • અક્ષય કુમારે કહ્યું, હું દુ:ખી છું કે, મારે હંમેશા ભારતીય હોવાનું સાબિત કરવું પડે છે

અક્ષય કુમાર એક ઇવેન્ટમાં પોતાની સ્ટાર કરીના કપૂર સાથે પહોંચ્યા. આ ઇવેન્ટમાં અક્ષય કુમારે આ વિવાદ પર ખુલીને વાત કરી. અક્ષયને આ ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મ્ડ ફોર્સ વિશે વાત કરે છે. ત્યારે ઘણીવાર લોકો પૂછતા હોય છે કે, તેઓની પાસે ભારતનો પાસપોર્ટ નથી અને ન તેઓ વોટ કરે છે. એવામાં અક્ષય કુમારને કેવુ લાગે છે? 

અક્ષય કુમારે ખુલાસો કર્યો છે કે, તેઓએ ભારતીય પાસપોર્ટ બનાવવાની અરજી આપી છે. તેઓેએ કહ્યું, મેં ભારતીય પાસપોર્ટની અરજી આપી છે. હું એક ભારતીય છું અને મને એ વાત પર દુ:ખ થાય છે કે મને હંમેશા આ વાત સાબિત કરવા માટે કહેવામાં આવે છે. મારી પત્ની, મારા બાળકો તમામ ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી અહીં છે. 

 

તેઓને કેનાડાની નાગરિકતા કેવી રીતે મળી, આ સવાલ પર અક્ષય કુમારે જણાવ્યું કે, તેમની શરૂઆતમાં આવેલી 14 ફિલ્મો ફ્લોપ થઇ ગઇ હતી. અને તેઓને લાગતુ હતું કે તેમનું કરિયર ખતમ થઇ ગયું છે. તેમના એક મિત્રે તેઓને કેનાડા આવીને પોતાની સાથે કામ કરવા કહ્યું હતું. ત્યારબાદ અક્ષયે કેનાડાનો પાસપોર્ટ બનાવવાની અરજી આપી હતી. જોકે, તેમની 15મી ફિલ્મે સારી કમાણી કરી અને ત્યારબાદ અક્ષય કુમારે ક્યારેય પાછળ વળીને નથી જોયું. 

નોંધનીય છે કે, અક્ષય કુમાર અને કરીના કપૂર આ ઇવેન્ટમાં પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bollywood News Kareena Kapoor Passport entertainment news અક્ષય કુમાર ગુજરાતી ન્યૂઝ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ