બ્રેકિંગ ન્યુઝ
અક્ષય કુમારે ચાહકો અને અનુયાયીઓને અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે દાન આપવા અપીલ કરી છે. તેમણે રામાયણથી સંબંધિત એક વિશેષ વાર્તા સંભળાવી અને લોકોને દાન માટે પ્રેરણા આપી. તમને જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ માટે નાણાં એકત્રિત કરવાની ઝુંબેશ ચાલી રહી છે.
ADVERTISEMENT
बहुत खुशी की बात है कि अयोध्या में हमारे श्री राम के भव्य मंदिर का निर्माण शुरू हो चूका है...अब योगदान की बारी हमारी है l मैंने शुरुआत कर दी है, उम्मीद है आप भी साथ जुड़ेंगे l जय सियाराम 🙏🏻 pic.twitter.com/5SvzgfBVCf
— Akshay Kumar (@akshaykumar) January 17, 2021
ADVERTISEMENT
પોસ્ટ શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું: "બહુ આનંદ છે કે શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં શરૂ થયું છે. હવે આપણે ફાળો આપવાનો વારો છે. મેં શરૂઆત કરી છે, આશા છે કે તમે પણ સાથે જોડાશો. જય સિયારામ..."
બોલિવૂડ સુપરસ્ટારે રામ સેતુ સાથે જોડાયેલી એક વાર્તા જણાવી. તેણે કહ્યું, "ગઈકાલે રાત્રે હું મારી દીકરીને એક વાર્તા કહી રહ્યો હતો. તમે પણ સાંભળજો. એવું હતું કે એક તરફ વાંદરાઓની સેના હતી અને બીજી બાજુ લંકા અને બંને વચ્ચે મહાસાગર. હવે વાંદરાની સેના મોટા પથ્થરો લઈને દરિયામાં તરતા મૂકી રહી હતી. રામ સેતુ બનાવીને સીતા મૈયાને પરત લાવવાના હતા."
ADVERTISEMENT
અક્ષય કુમારે કહ્યું કે પ્રભુ શ્રીરામ કિનારા પરની તમામ વસ્તુને જોઈ રહ્યા હતા. તેમની નજર એક ખિસકોલી પર પડી. ખિસકોલી પાણીમાં જતી, તે પછી કાંઠે આવતી, રેતીમાં આળોટતી, પછી દોડીને રામ સેતુના પથ્થરો તરફ દોડી જતી, ફરી પાણીમાં, પછી રેતીમાં, પછી પથ્થરો તરફ જતી.
રામજીને આશ્ચર્ય થયું કે આ શું થઇ રહ્યું છે તો તેઓ ખિસકોલી પાસે ગયા, અને પૂછ્યું- તું શું કરે છે? ખિસકોલીએ જવાબ આપ્યો- મેં મારું શરીર ભીનું કર્યું, તેના પર રેતી લપેટી અને પથ્થરો વચ્ચેની તિરાડો ભરી. હું પણ રામ સેતુના નિર્માણમાં નાનો ફાળો આપી રહી છું.
ADVERTISEMENT
અક્ષય કુમારે કહ્યું. "આજે આપણો વારો છે. અયોધ્યામાં આપણા શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું છે. આપણામાંના કેટલાક વાંદરા બને, કેટલાક ખિસકોલી બને અને ઐતિહાસિક ભવ્ય રામ મંદિર નિર્માણમાં ભાગીદાર બનવા તેમની ક્ષમતા અનુસાર ફાળો આપે.
હું મારી જાતથી શરૂ કરું છું, મને ખાતરી છે કે તમે પણ મારી સાથે જોડાશો જેથી આવનારી પેઢીઓને આ ભવ્ય મંદિર મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને સંદેશને અનુસરવાની પ્રેરણા આપશે. જય શ્રી રામ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.