બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Ajit Pawar, fed up with the position of Leader of the Opposition, demanded greater responsibility from the party

મહારાષ્ટ્ર પોલિટિક્સ / વિપક્ષી નેતાના પદથી અજીત પવાર કંટાળ્યા, પાર્ટી પાસે માંગી મોટી જવાબદારી, સુપ્રિયાએ કહ્યું 'દાદાની ઇચ્છા...'

Priyakant

Last Updated: 03:01 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis News: શરદ પવારના ભત્રીજા અજિત પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી

  • મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું
  • અજિત પવારે વિપક્ષના નેતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી 
  • અજિત પવારે પાર્ટી સંગઠનમાં ભૂમિકા સોંપવા માટે અપીલ કરી

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વાત વાત જાણે એમ છે કે, શરદ પવારના ભત્રીજા અજિત પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અજિતે બુધવારે પાર્ટી નેતૃત્વને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારીમાંથી મુક્ત કરવા અને પાર્ટી સંગઠનમાં ભૂમિકા સોંપવા માટે અપીલ કરી હતી.

સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું મોટું નિવેદન 
આ તરફ હવે અજીત પવારની બહેન અને પાર્ટી સાંસદ સુપ્રિયા સુલેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું ઈચ્છું છું કે અજીત દાદાની દરેક ઈચ્છા પૂરી થાય. દાદાને સંગઠનમાં તક આપવી કે નહીં તે સંસ્થાકીય નિર્ણય છે. હું ખૂબ જ ખુશ છું કે દાદા સંગઠન માટે કામ કરવા માંગે છે. જેનાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અજિત પવારની નારાજગીના સમાચાર
NCPના વડા શરદ પવારે 10 જૂને તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે અને પાર્ટીના મહાસચિવ પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પછી અજિત પવારની નારાજગીના સમાચાર આવ્યા. જોકે તેમણે આ વાતને નકારી કાઢી હતી. શરદ પવારે એમ પણ કહ્યું કે, અજિત પહેલાથી જ વિપક્ષના નેતા તરીકે મોટી જવાબદારી નિભાવી રહ્યા છે.  

અજીત પવારે પણ આપ્યું મોટું નિવેદન 
અજીત પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાનું પદ છોડવાનું કારણ પણ આપ્યું. અજીત પવારે કહ્યું કે, મને કેટલાક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિપક્ષના નેતા તરીકે મારે જે રીતે વર્તન કરવું જોઈએ તે રીતે હું વર્તતો નથી. હું સરકાર વિરુદ્ધ બોલતો નથી પણ એવું નથી. પરંતુ હજુ પણ લોકોને એવું લાગે છે તો હું આ પોસ્ટ છોડવા તૈયાર છું. કોઈપણ રીતે, મને વિપક્ષના નેતા તરીકે કામ કરવામાં રસ નહોતો. પાર્ટીના ધારાસભ્યોની માંગ પર જ મેં આ પદ સ્વીકાર્યું હતું. હું પાર્ટી હાઈકમાન્ડને અપીલ કરું છું કે મને આ પદ પરથી મુક્ત કરો અને પાર્ટી સંગઠનમાં કામ કરવાની તક આપો. હું ખાતરી આપું છું કે હું સંસ્થામાં મારું કામ પૂરી ઈમાનદારીથી કરીશ.

શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડ્યું અને પછી..... 
શરદ પવારે 2 મેના રોજ NCP અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, હવે નવા નેતાઓએ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ. ત્યાર બાદ એવી ચર્ચા હતી કે, અજિત પવારને પાર્ટી અધ્યક્ષની ખુરશી સોંપવામાં આવી શકે છે. જોકે પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરોની નારાજગી બાદ શરદ પવારે 4 દિવસમાં રાજીનામું પાછું ખેંચી લીધું હતું. 5 મેના રોજ શરદ પવાર મીડિયાની સામે આવ્યા અને કહ્યું, હું પાર્ટીના કાર્યકરો અને નેતાઓની ભાવનાઓનું અપમાન ન કરી શકું. હું કોર કમિટીમાં લીધેલા નિર્ણયનું સન્માન કરું છું અને મારો નિર્ણય પાછો ખેંચું છું. જોકે અજિત પવાર આ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહ્યા હતા.

શરદ પવારે આપ્યો હતો સંગઠનમાં ફેરબદલનો સંકેત 
શરદ પવારે 2 મેના રોજ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચાર દિવસમાં તેઓ મીડિયા સમક્ષ હાજર થયા અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.પવારે મીડિયાને કહ્યું હતું કે, ભવિષ્યમાં NCPના ઉત્તરાધિકારીને લઈને યોજના બનાવવી પડશે. અમારે નક્કી કરવાનું છે કે, પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે. તેમણે પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તન પર પણ ધ્યાન આપવાની વાત કરી હતી. ત્યારે અજિત પવાર આ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહ્યા હતા. તે સમયે પણ તેમની નારાજગીની ચર્ચા હતી, કારણ કે શરદ પવારના રાજીનામા બાદ જ્યારે કાર્યકરોની નારાજગી સામે આવી ત્યારે અજિત પવારે મીડિયાને કહ્યું હતું કે, સાહેબ પોતાનો નિર્ણય નહીં બદલે. કાર્યકરો પોતાનો વિરોધ પાછો ખેંચી લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ