બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક સિખ યુવકે અજય દેવગનને રોકી લીધો
બોલિવૂડ એક્ટર અજય દેવગન પોતાનાં કામથી કામ રાખનાર એક્ટરમાંથી એક છે. પણ અચાનકથી ફરી એકવાર તે ખેડૂત આંદોલનને લીધે ચર્ચામાં આવી ગયો છે. મંગળવારે મુંબઈનાં ફિલ્મ સિટીનાં વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સિખ યુવકે તેને રોકી લીધો. આ સિખ યુવકે રસ્તા વચ્ચે અજય દેવગનની ગાડી રોકી દીધી અને ખેડૂત આંદોલનના સમર્થનમાં ના બોલવા પર તેને ખૂબજ ખરી ખોટી સંભળાવી. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર અજય દેવગન ટ્રેન્ડ કરવા લાગ્યો.
ADVERTISEMENT
Democracy Ended in India
— Satwinder Kaur (@satwinderk13) March 2, 2021
#अजय_देवगन_कायर_है https://t.co/ZKKLuk7vZg
ADVERTISEMENT
સિખ યુવકની ધરપકડની ખબર સોશિયલ મીડિયા પર આવતા જ લોકો ગુસ્સે ભરાયા
જે વ્યક્તિએ અજય દેવગનની ગાડી રોકી તે એક્ટરથી ખૂબ નારાજ હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે અજયને પંજાબની વિરુદ્ધનો બતાવી રહ્યો છે. જોકે આ ઘટના બાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સિખ યુવકની ધરપકડની ખબર સોશિયલ મીડિયા પર આવતા જ લોકો ગુસ્સે ભરાયા છે અને અજય દેવગન વિરુદ્ધ શર્મ કરો, લખીને નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારબાદ તે સિખ યુવકને મુંબઈ પોલીસે જમાનત પર છોડી દીધો છે. પણ ટ્વીટર પર હેશટેગ અજય દેવગન કાયર હૈ ટ્રેન્ડ કરી રહ્યું છે.
ADVERTISEMENT
અજય દેવગનને નકલી સરદાર બતાવતા એક ટ્વીટર પર લોકો ખૂબ ગુસ્સો નીકાળી રહ્યાં છે
અજય દેવગનને નકલી સરદાર બતાવતા એક ટ્વીટર પર લોકો ખૂબ ગુસ્સો નીકાળી રહ્યાં છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે દેશભરમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તે દરમિયાન અજય દેવગને એક ટ્વીટ કરતા તેને એક ખોટો પ્રોપગેન્ડા બતાવ્યો હતો. જેનાંથી લોકો ખૂબ નારાજ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.