બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Airtel Launched Rs 289 Pack Offering Unlimited Call And Data With 28 Days Validity

લોન્ચ / એરટેલે લોન્ચ કર્યો જબરદસ્ત પ્રીપેડ પ્લાન, વધુ ડેટા, કોલિંગ અને વેલિડિટી સાથે આ ફ્રી બેનિફિટ્સ પણ મળશે

Noor

Last Updated: 10:56 AM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલએ મંગળવારે તેનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. નવા પ્લાનની કિંમત 289 રૂપિયા છે. આ સિવાય કંપનીએ 79 રૂપિયાના રિચાર્જ પ્લાનની સાથે ઝી5 પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવાની જાહેરાત કરી છે. 289 રૂપિયાના નવા પ્લાનમાં કોલિંગ, ડેટા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

  • એરટેલ તેના ગ્રાહકો માટે લાવ્યું નવો પ્લાન
  • આ પ્રીપેડ પ્લાનમાં છે ઘણી સુવિધાઓ
  • ગ્રાહકોને મળશે ઓછી કિંમતમાં વધુ ફાયદા

289 રૂપિયાના પ્લાનમાં શું છે ખાસ

નવા 289 રૂપિયાના એરટેલ પ્રીપેડ પ્લાનમાં કંપની કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપી રહી છે. સાથે જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં રોજ 1.5 જીબી ડેટા મળી રહ્યું છે. એટલે કે કુલ 42 જીબી ડેટા મળે છે. ગ્રાહકોને રોજ 100 એસએમએસ મળે છે. આ સાથે જ ઝી5 પ્રીમિયમ, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન, વિંક મ્યુઝિક સબસ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે. શો એકેડમીની ફ્રી ઓનલાઈન ક્લાસિસ એક વર્ષ પણ મળે છે. સાથે જ ફાસ્ટેગ લેવા પર 150 રૂપિયાનું કેશબેક પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.   

હવે ધ્યાન આપવાની વાત એ છે કે એરટેલના આ નવા પ્લાનની સુવિધાઓ અને ફાયદા 249 રૂપિયાના પ્લાન જેવી જ છે. એરટેલ પાસે 249 રૂપિયાથી લઈને 400 રૂપિયાની કેટગરીના ઘણાં પ્લાન છે અને હવે 289 રૂપિયાનો પ્લાન પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 

આ સિવાય એરટેલ હવે 79 રૂપિયાના પ્રીપીડે પ્લાનમાં પણ ઝી5 કોન્ટેન્ટ ફ્રી ઓફર કરી રહી છે. આ સબસ્ક્રિપ્શન 30 દિવસ માટે હશે. તમને જણાવી દઈએ કે, એરટેલ થેન્ક્સ એપના ડિજિટલ સ્ટોર સેક્શન દ્વારા આ ટોપ-અપ બધાં એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એરટેલના આ બંને પ્લાનને એરટેલ રિટેલ સ્ટોર દ્વારા પણ રિચાર્જ કરાવી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Pack Offer Unlimited Call data launched Launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ