બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રેશના 6 દિવસ બાદ અમદાવાદથી લંડન જતી AIની બીજી ફ્લાઈટને અપશુકન, 'હેરાનીભર્યું' બનતાં કેન્સલ કરાઈ

અમદાવાદ એરપોર્ટ / ક્રેશના 6 દિવસ બાદ અમદાવાદથી લંડન જતી AIની બીજી ફ્લાઈટને અપશુકન, 'હેરાનીભર્યું' બનતાં કેન્સલ કરાઈ

Last Updated: 01:31 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેન ક્રેશના 6 દિવસ બાદ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ સમાચારમાં ચળકી છે.

12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી જેમાં 279થી વધુ પ્રવાસીઓના મોત થયાં હતા. હવે દુર્ઘટનાના 6 દિવસ બાદ ફરી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટને અપશુકન થયાં છે. ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. સાંજે 6.25 વાગ્યે તે લંડન પહોંચવાની હતી.

ક્રેશ થયેલા વિમાનના રુટ પર જ હતી AI-159 ફ્લાઈટ

આ ફ્લાઈટ 279 પ્રવાસીઓનો ભોગ લેનારી એર ઈન્ડિયાની AI-159 ફ્લાઈટના રુટ પર હતી પરંતુ છેલ્લી ઘડીએ ટેક્નીકલ ખામી સર્જાતાં તેને કેન્સલ કરી દેવાઈ હતી.

નિયમિત તપાસમાં ખામી જણાતાં ફ્લાઈટ રદ

એવું જાણવા મળ્યું છે કે નિયમિત તપાસ દરમિયાન આ ખામી શોધી કાઢવામાં આવી હતી, જેના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી. જોકે, છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાથી લંડન જનારા ઘણા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા, જેના કારણે નોંધપાત્ર અસુવિધા થઈ હતી.

બીજી વાર એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અમદાવાદ-લંડન એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવાની આ બીજી ઘટના છે. 14 જૂનના રોજ અગાઉની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.

વધુ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ક્રિકેટરનું પણ અવસાન, ક્રિકેટ જગતમાં શોકની લહેર, લંડન જતો હતો

પ્લેન ક્રેશમાં 279 લોકોના મોત

અમદાવાદ પ્લેન ક્રેશ એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ભયાનક પ્લેન ક્રેશમાંનો એક છે. 12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું. આ અકસ્માતને કારણે, પ્લેનના આગળના ભાગને જ નુકસાન થયું નહીં, પરંતુ મેડિકલ હોસ્ટેલને પણ ઘણું નુકસાન થયું. આ દુ:ખદ અકસ્માતમાં 279 લોકોએ જીવ ગુમાવ્યા. પ્લેનમાં સવાર 242 લોકોમાંથી, આ પ્લેન ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ કોઈક રીતે બચી શક્યો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India London flight cancelled Air India London flight Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ