બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Air India flight will not go to Tel Aviv, decision taken due to Iran-Israel conflict

WAR / યુદ્ધના ભણકારા વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ બંધ કરી

Vishal Dave

Last Updated: 10:47 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ ગયા મહિને જ આ તેલ અવીવ શહેરની ફ્લાઈટ ફરી શરૂ કરી હતી

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે ઉડ્ડયન ક્ષેત્રે ઉથલપાથલ છે. એક દિવસ પહેલા જ યુદ્ધના ભયને કારણે ઘણી એરલાઈન્સે ઈરાની એરસ્પેસને બદલે લાંબા રૂટ લેવાનું શરૂ કર્યું હતું. હવે દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાએ ઈઝરાયેલની આર્થિક રાજધાની તેલ અવીવની ફ્લાઈટ બંધ કરી દીધી છે. શનિવારે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ ગયા મહિને જ આ તેલ અવીવ શહેરની ફ્લાઈટ ફરી શરૂ કરી હતી, જે 7 ઓક્ટોબરે હમાસ પર ઈઝરાયેલના હુમલા બાદ બંધ કરવામાં આવી હતી. હવે પછીના આદેશ સુધી તેને ફરીથી બંધ કરી દેવામાં આવી છે. 

તે 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે જ શરૂ થયું હતું.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ રવિવારે કહ્યું કે દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ આગળના આદેશો સુધી રદ કરવામાં આવી રહી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયાની દિલ્હી અને તેલ અવીવ વચ્ચે સાપ્તાહિક ફ્લાઈટ છે. આ ફ્લાઈટ લગભગ 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે જ શરૂ થઈ હતી.

આ પણ વાંચોઃ ઈરાનના એટેક બાદ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, નાગરિકોને કરી આ અપીલ

આ એરલાઈન્સ પહેલાથી જ ઈરાનથી દૂર થઈ ગઈ હતી

શનિવારે એર ઈન્ડિયા અને કંટાસ એરવેઝે ઈરાનની એરસ્પેસનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય જર્મન એરલાઈન લુફ્થાંસા એરલાઈને પણ તેહરાનની ફ્લાઈટ બંધ કરી દીધી હતી. લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ લાંબા વિરામ બાદ તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. બીજી તરફ લુફ્થાંસા અને તેની સહાયક ઓસ્ટ્રિયન એરલાઈન્સ પણ ઈરાનની એર સ્પેસનો ઉપયોગ કરી રહી નથી. મિડલ ઇસ્ટ એરસ્પેસનો ઉપયોગ ટાળવા માટે ક્વાન્ટાસ એરવેઝે પણ તેની ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી હતી. તેની પર્થથી લંડનની ફ્લાઈટ સિંગાપોર થઈને ઉડાન ભરશે. આ ફ્લાઇટ હવે સિંગાપોરમાં આગામી થોડા દિવસો માટે ફ્યુઅલ સ્ટોપ લેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ