ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Air India Air Hostess will now appear in Bhagalpuri Silk Sarees Fashion
ADVERTISEMENT
કેન્દ્રીય ખાદી-ગ્રામોધ્યોગ આયોગના પ્રસ્તાવને એર ઇન્ડિયાના અધિકારીઓએ સ્વીકૃતિ આપી છે. પહેલા તબક્કામાં એર ઇંડિયાને ખાદી ગ્રામોધ્યોગમાંથી 13,220 સાડીની આપુર્તિ કરાશે. સાડીઓ મુખ્ય રીતે ભાગલપુર અને આસપાસના ક્ષેત્રોમાં તૈયાર કરાશે. એક સાડીની કિંમત 4500 રુપિયા હશે.
ADVERTISEMENT

15 સંસ્થાઓ કરી રહી છે ઉત્પાદન
બિહાર રાજ્ય ખાદી બોર્ડના સીઇઓ બીએન પ્રસાદે જણાવ્યુ કે એર ઇંડિયામાં ભાગલપુરી સિલ્ક સાડીઓની આપુર્તિ થવાથી રાજ્યના વણકરોને મોટુ બજાર મળશે. ભાગલપુરી સિલ્કનો પ્રચાર પ્રસાર પણ થશે. રાજ્યમાં 15 ખાદી સંસ્થાઓ દ્વારા ભાગલપુરી સિલ્ક સાડીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. તેમાં મુખ્ય રીતે ભાગલપુર, જમુઇ અને બાંકાના કેન્દ્ર સામેલ છે.
ADVERTISEMENT

રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી
ભાગલપુરના ખાદી ગ્રામોદ્યોગ સંઘના સચિવ અલીમ અંસારીનું કહેવું છે કે એર ઇંડિયામાં સાડીઓની સપ્લાયનો ઓર્ડર મળવાથી પ્રદેશની ખાદી સંસ્થાઓને મજબુતાઇ મળી છે. આ પ્રકારની સાડીઓ દેશના અન્ય રાજ્યોમાં તૈયાર કરાતી નથી. આ સાડીઓની મોટી વિશેષતા એ છે કે તેની ચમક લાંબા સમય સુધી જળવાયેલી રહે છે. સાડી લાંબો સમય ચાલે છે અને તે જુની થાય તો પણ તેનો રંગ ખરાબ થતો નથી. ભાગલપુરી સિલ્ક સાડીઓ કોકુનના દોરામાંથી તૈયાર થાય છે. આ સાડીઓ પર્યાવરણને અનુકુળ હોય છે. તેને પહેરવાથી શરીરમાં કોઇ પ્રકારનું રિએક્શન આવતુ નથી. તે આરામદાયક પણ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો