બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad: Wealth of greed eats deceit ..! Woman loses Rs 8 lakh due to high interest lure

સાયબર ક્રાઈમ / અમદાવાદ: લોભ-લાલચના ધન ધુતારા ખાય..! ઊંચા વ્યાજની લાલચે મહિલાએ 8 લાખ ખોયા, 3 ઠગારાઓ ઝબ્બે

Mehul

Last Updated: 11:25 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સાઇબર ક્રાઇમબ્રાંચે કંપનીમાં રોકાણ સામે 200 દિવસ સુધી રોજ નું 1 થી 2 ટકા ઉચ્ચ વળતર મળશે. તેવી લોભામણી લાલચ આપી છેતરપીડી કરતાં 3 આરોપીની ધરપકડ કરી

  • અમદાવાદની મહિલા પાસેથી 8 લાખ ઉસેડયા
  • 200 દિવસ સુધી રોજ નું 1 થી 2 ટકા ઉચ્ચ વળતરની સ્કીમ
  • ત્રણ આરોપીઓ, 7 મોબાઈલ અને લેપટોપ સાથે ઝડપી લેવાયા 


અમદાવાદમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા ચાલ્યા છે. પર પ્રાંતીય  ટોળી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સક્રિય થઈને ગુનાઓ આચરતી હોવાની માહિતી સાયબર સેલને મળી હતી. ઊંચા ટકાના વ્યાજના સપનાઓ દેખાડી, મસમોટી રકમ પડાવવામાં પાવરધી એવી પશ્ચિમ બંગાળની શાતિર ટોળીને ઝડપી પાડી છે 

અમદાવાદ સાઇબર ક્રાઇમબ્રાંચે કંપનીમાં રોકાણ સામે 200 દિવસ સુધી રોજ નું 1 થી 2 ટકા ઉચ્ચ વળતર મળશે. તેવી લોભામણી લાલચ આપી છેતરપીડી કરતાં 3 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે લોભામણી લાલચ આપી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. તેને લઈને અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા કોલ ડિટેલ સહિત તપાસ કરવામાં આવી હતી. જેમાં બંગાળ ખાતે સાઇબર ક્રાઇમની ટિમે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં સાઇબર ક્રાઇમે 5 મોબાઈલ અને લેપટોપ કબ્જે કર્યા છે. પોલીસે કલકત્તાથી એમ. ડી. મોકમેલહોસેન, તિલક પાંડે અને શીબ શંકર રાણા નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે 7 મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા છે. આરોપીઓએ સેટેલાઇટની મહિલાને વિશ્વાસમાં લઈ આ ગેંગે આઠ લાખ રૂપિયા જેટલી રકમ પડવાયા બાદ ફોન બંધ કરી દીધા હતા. આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડવાયા છે. તે અંગે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ