બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે 19 વર્ષની યુવતી સાથે લિફ્ટમાં ગંદા અડપલાં કર્યાં, શું બન્યું? પીડિતાએ કહ્યું
Last Updated: 12:33 PM, 22 November 2025
'ખાખી પર ડાઘ' કહેવત એમ અમસ્તી નહીં પડી હોય! અમદાવાદમાં એક પોલીસ ઈન્સપેક્ટરનો શરમજનક કાંડ સામે આવ્યો છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સામે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. PIએ લિફ્ટમાં 19 વર્ષની યુવતી સાથે ગંદા અડપલાં કર્યાં હતા. યુવતીની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પોલીસ ઈન્સપેક્ટર હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં કાર્યરત છે.
ADVERTISEMENT
લિફ્ટમાં બેડ ટચ
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે PIએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યાં હતાં અને તેના ખભા પર હાથ મૂક્યો હતો અને બેડ ટચ કર્યો હતો, પીઆઈની નિયત ગંદી હતી, તે મારી સામે ગંદી નજરથી પણ જોતો હતો.
ADVERTISEMENT
યુવતીએ શું કર્યું
પીઆઈના અડપલાં થતાં યુવતી ડરી ગઈ હતી અને તેણે તરત અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
લિફ્ટમાં શું બન્યું
ADVERTISEMENT
વિશાલા વિસ્તારમાં એપાર્ટમેન્ટની લિફટમાં પીઆઈ અને યુવતી ઉપર જઈ રહ્યાં હતા ત્યારે પીઆઈએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાં હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યક્તિઓ લિફ્ટમાં આવતાં પીઆઈ લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.