બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, the scam of placing an order of new TV in Amazon company was caught

ક્રાઈમ / અમદાવાદમાં નવા ટીવીને બદલે જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ, એમેઝોનના 3 કર્મચારીની ધરપકડ

Dinesh

Last Updated: 11:12 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: પોલીસની પ્રાથમિક તપાસમાં પાંચ મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે

અમદાવાદમાં એમેઝોન કંપનીમાં નવા ટીવીનો ઓર્ડર આપી પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરી કંપનીને ચૂનો લગાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. નારોલ પોલીસે એમેઝોન કંપની સાથે વિતરણનુ કામ કરતી વેલેક્સ લોજીસ્ટિક કંપનીના 3 કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

એમેઝોન કંપની સાથે આચરાયુ કૌભાંડ
પોલીસની પ્રાથમિક તપાસમાં પાંચ મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. વેલેક્સ લોજીસ્ટિક કંપનીના ડિલિવરી બોય સાજીદહુસેન શેખ, હિમાંશુ વાઘેલા અને સતીષ યાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે 8 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમા ખુલાસો થયો છે કે, ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસિન હુસેન કંપનીના ડિલિવરી બોયના સંપર્કમાં આવ્યા હતા. 

વાંચવા જેવું: 'સાબરમતીને ગંદી કરી તો હવે ખૈર નહીં', ગુજરાત હાઈકોર્ટે GPCB-AMCને ફટકાર લગાવી

5 માસમાં 97 લાખનુ આચરાયુ કૌભાંડ
બંને શખ્સો જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપી નવું ટીવી ખરીદી લેતા હતા. ઓગસ્ટ-2023 થી ડિસેમ્બર-2023 સુધીમાં 147 નવા ટીવીની જગ્યાએ જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ આચરાયુ છે. છેલ્લા થોડા સમયથી અનેક વખત આ પ્રમાણે થતાં એમેઝોન કંપનીને શંકા જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ