બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Sabarmati river pollution case hearing in Gujarat High Court

અમદાવાદ / 'સાબરમતીને ગંદી કરી તો હવે ખૈર નહીં', ગુજરાત હાઈકોર્ટે GPCB-AMCને ફટકાર લગાવી

Dinesh

Last Updated: 10:11 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarmati river pollution: સાબરમતી નદી પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે AMC, GPCB અને એકમોને લીધા આડેહાથ, 'નદીમાં છોડાતા પ્રદૂષિત પાણી મુદ્દે એકમોને રાહત ન આપી શકાય'

અમદાવાદની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના મહત્વપૂર્ણ દિશા સૂચક તારણો સામે છે.

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો  સરકારનો દાવો ગુજરાતી - Revoi.in

'પ્રદુષિત પાણી મુદ્દે એકમોને રાહત ન આપી શકાય'
ગુજરાત હાઈકોર્ટે તારણ નીકાળ્યું હતું કે, સાબરમતી નદીમાં છોડાતા પ્રદુષિત પાણી મુદ્દે એકમોને રાહત ન આપી શકાય. અત્રે જણાવીએ કે, વારંવાર ટકોર છતાં પ્રદુષિત પાણી છોડાઈ રહ્યું હોવાથી HCએ ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, નદીને પ્રદુષિત થતી અટકવવનો પ્રયાસ કરો વધારવાનો નહીં.  GPCB હોય કે AMC અધિકારીઓને નોટિસ આપવા છતાંય  કોઈ ગંભીરતા કેમ નહી ?. જવાબદારી સૌની છે એકની નહીં ત્યારે બેદરકારી તમામ રાખે તે કેમ ચલાવી લેવાય 

22 માર્ચ સુધી જવાબ રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે AMC અને GPCB અને કેટલાક એકમોને ટકોર કરતા કહ્યું હતું કે, 22 માર્ચ સુધી તમારો જવાબ આપો નહીં તો કોર્ટ આદેશ કરશે. હવે નદીને પદુષિત કરવાના મુદ્દે માફ નહીં કરીએ 

વાંચવા જેવું: ગુજરાતમાં આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, જાણો તાપમાનનો પારો ક્યાં જઇને અટકશે

અગાઉ અનેકવાર હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી 
સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ આપાયા હતા. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ