બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There will be scorching heat in Gujarat for the next 5 days
Vishal Khamar
Last Updated: 04:25 PM, 15 March 2024
માર્ચ મહિનાનાં બીજ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાત્રીનાં સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
ADVERTISEMENT
આવતીકાલતી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે
હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. જેના કારણે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પોહચી શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 અને બાદમાં અમદાવાદમાં 34.5 તાપમાન વધુ નોંધાયું છે. તો 9 શહેરોમાં તાપમાન 34 ડીગ્રીને પાર પોહચ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ સુરત એરપોર્ટ પર 160 પ્રવાસીઓએ 'મોતના દર્શન' કર્યાં ! ઉતરતાં જ વિમાન સાથે બન્યું ખૌફનાક
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.