બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / The wing of the plane collided with a truck on the taxi track at the airport in Surat
Last Updated: 03:58 PM, 15 March 2024
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતાં-થતાં માડ બચી હતી. ગઇકાલે રાત્રે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રનવેથી એપ્રેન તરફ જઇ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઇ ગઇ હતી.
ADVERTISEMENT
ફ્લાઈટની એક બાજુની પાંખ ટ્રક સાથ અથડાઈ
ADVERTISEMENT
જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. 180 સીટર ફ્લાઇટમાં 160 યાત્રીઓ હતા. સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે ઘટનામાં જાનહાનિના સમાચાર આવ્યા નહી.
વાંચવા જેવું: 4 વાગ્યે ચૂંટણી પંચની તમામ જિલ્લા કલેક્ટરો સાથે મહત્વની બેઠક, વીડિયો કોન્ફરન્સથી કરાશે ચર્ચા
મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા
ટ્રક સાથે વિમાનની પાંખ અથડાવવાના કારણે વિમાનની પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી બદલ ગંભીર ટીકા કરી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.