બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important meeting of Election Commission with all the district collectors at 4 o'clock, discussion will be held through video conference

લોકસભા ચૂંટણી 2024 / 4 વાગ્યે ચૂંટણી પંચની તમામ જિલ્લા કલેક્ટરો સાથે મહત્વની બેઠક, વીડિયો કોન્ફરન્સથી કરાશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 03:26 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીફ ઈલેક્ટોરલ ઓપીસર તમામ જીલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્થના માધ્યમથી બેઠક યોજશે.

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તેમજ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે સાંજે ચીફ ઈલેક્ટોરલ ઓફીસર વીડિયો કોન્ફરન્સ માધ્યમથી જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજશે. સાંજે ચાર વાગ્યે ચૂંટણી પંચ બેઠક યોજશે. ચીફ ઈલેક્ટોરલ ઓફીસર પી.ભારથી સમીક્ષા બેઠક યોજશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની તારીખ, ચૂંટણીની કામગીરી અંગે ચર્ચા થઈ શકે છે. 

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે
કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે લોકસભા ચૂંટણી ઉપરાંત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, અગાઉ પણ આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી યોજાઈ ચૂકી છે. અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપે તમામ સીટો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. અત્યારે ઓડિશામાં બીજુ જનતા દળ સત્તા પર છે. તેના પ્રમુખ નવીન પટનાયક બે દાયકાથી વધુ સમયથી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસના નેતા જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી છે. રાજ્યના પુનર્ગઠનથી તેઓ રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના પિતા વાયએસઆર રેડ્ડી પણ અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા.

વધુ વાંચોઃ ખેડૂતો આનંદો: ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરાશે ખરીદી, જાણો ક્યારથી

આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, કદાચ ત્યાં લોકસભાની સાથે ચૂંટણી પણ યોજવી જોઈએ. પરંતુ ચૂંટણી પંચના સૂત્રો આ વાતને નકારી રહ્યા છે. પંચના સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ચૂંટણી યોજાશે નહીં. પરંતુ જો સ્થિતિ સારી રહેશે તો મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની સાથે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ત્યાં પણ મતદાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જ્યારે ચૂંટણી પંચનું પ્રતિનિધિમંડળ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યું હતું ત્યારે ઘણા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ત્યાં પંચને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માંગણી કરી હતી કે, લોકસભા ચૂંટણીની સાથે અહીં પણ ચૂંટણી યોજવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ