બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers rejoice: Tuvar, Chana and Raida will be purchased at support prices in Gujarat, know when

નિર્ણય / ખેડૂતો આનંદો: ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરાશે ખરીદી, જાણો ક્યારથી

Vishal Khamar

Last Updated: 01:56 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં આગામી 90 દિવસ સુધી ટેકાનાં ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧૫મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે ૩.૨૦ લાખ ખેડૂતોને થશે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૯૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું

મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ વાંચોઃ સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ હદ વટાવી, પૈસા માટે ધોળા દિવસે 2 મહિલા સહિત બાળકોને ઉઠાવી લીધા, પછી શું થયું?

ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી છે

મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૪૦૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૦૮૮ પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ