બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad SOG team seized from Ularia big revelation in hybrid ganja case

ખુલાસો / નવો વળાંક: અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપેલો હાઈબ્રીડ ગાંજો છેક થાઇલેન્ડથી આવતો, આરોપીઓ ક્રિપ્ટો કરન્સીથી કરતા ચૂકવણી

Malay

Last Updated: 08:41 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બોપલ નજીક ઉલારીયામાંથી ઝડપેલા હાઈબ્રીડ ગાંજા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પકડાયેલા આરોપી અને તેને ડ્રગ્સ આપી ડિલીવરી માટે મોકલનાર આરોપીઓ દ્વારા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાંકીય વ્યવહાર કરી થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવાતો હોવાનો ખુલાસો થયો છે.

  • આંતરરાષ્ટ્રીય ગાંજા કેસમાં મોટો ખુલાસો
  • થાઈલેન્ડથી લાવવામાં આવતો હતો ગાંજો 
  • અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે પકડ્યો હતો ગાંજો
  • આરોપીઓ ક્રિપ્ટો કરન્સીથી કરતા હતા ચૂકવણી
  • બોપલ નજીક ઉલારીયામાંથી ઝડપાયો હતો ગાંજો

Ahmedabad News: અમદાવાદના ઉલારીયા નજીકથી હાઈબ્રિડ ગાંજા અને ચરસ સાથે અમદાવાદ ગ્રામ્ય SOGએ એક શખ્સની ધરપકડ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ગાંજા કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય SOGની તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજો થાઈલેન્ડથી લાવવામાં આવ્યો હતો. ગાંજાની ડિલિવરી મળ્યા બાદ આરોપીઓએ ક્રિપ્ટો કરન્સીથી ચૂકવણી કરી હતી.  મુખ્ય આરોપી દ્વારા અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સનું મોટુ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ આ કેસમાં અર્ચિત અગ્રવાલ, લલિત ઉર્ફે ક્રિષ્ના બૈસ અને જયરાજ પટેલની ધરપકડ કરાઈ છે. 

ઉલારીયા પાસેથી ઝડપાયો હતો ગાંજો
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ હાલમાં જ ઉલારીયા પાસેથી લલીત બૈસની 10 ગ્રામ હાઈબ્રિડ ગાંજા તેમજ 10 લાખની કિંમતના 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી, જેની તપાસમાં તેના માલિક અર્ચિત અગ્રવાલનું નામ સામે આવતા સાણંદમાં એપલવુડ વિલા ખાતેથી ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓની તપાસ કરતા તેઓએ ઘાટલોડિયાના મેમનગરમાં રહેતા જયરાજ પટેલને ડ્રગ્સ આપ્યું હોવાની હકીકત સામે આવતા જયરાજ પટેલની પણ ધરપરડ કરાઈ છે.

મેઘા તેવાર (DYSP, અમદાવાદ ગ્રામ્ય)

 
થાઈલેન્ડથી મંગાવાતો હતો ગાંજો 
અમદાવાદ ગ્રામ્ય DySP મેઘા તેવારે આ મામલે જણાવ્યું કે, આ કેસમાં પકડાયેલા અર્ચિત અગ્રવાલની તપાસમાં સામે આવ્યું કે તે થાઈલેન્ડ અને સ્પેન જેવા દેશના અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં છે. થાઈલેન્ડથી 100થી 150 ગ્રામ માલ રમકડાની રિમોટવાળી ગાડીમાં અથવા તો પ્રોટીન્સના ડબ્બામાં વેક્યુમ સીલ કરી મોકલાતો હતો. આરોપી પોતે થાઈલેન્ડથી 50 હજાર રૂપિયાનો 28 ગ્રામ ગાંજો મંગાવતો અને એક ગ્રામના 2500 રૂપિયા લેખે ગ્રાહકો પાસેથી વસૂલ કરતો હતો. અર્ચિતના પિતા સંજય અગ્રવાલ કાપડના વેપારી છે, જ્યારે તેની માતા ફેશન ડિઝાઈનર છે. અર્ચિત અગ્રવાલ પોતે ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી તેમજ પોતે હાઈબ્રિડ ગાંજાના એક્સપર્ટ તરીકેની લોકોમાં ઓળખ પ્રસ્થાપિત કરતો હતો. આરોપી પાસેથી પોલીસે મર્સિડીઝ ગાડી પણ કબ્જે કરી છે.


 
બિટકોઈન મારફતે કરતો હતો ચૂકવણી
તેઓએ જણાવ્યું કે, પકડાયેલો આરોપી અર્ચિત અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ આઈડી થકી હાઈબ્રિડ ગાંજો મંગાવતો અને અમુકવાર હિમાચલ પ્રદેશથી પણ મંગાવતો હતો. જેના પૈસા તે ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન મારફતે ચુકવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે 93 લાખ રૂપિયા પણ ચુકવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આરોપી જુલાઈ 2022થી આ કારોબારમાં સંકળાયો હોવાનું ખુલ્યું છે. જોકે આ કેસમાં અનેક દેશની અને વિદેશની ઈન્સ્ટાગ્રામ આઈડી થકી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો ખુલાસો થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ