બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad serial blast case special court verdict Gujarat High Court

અમદાવાદ / 38 આરોપીની ફાંસીની સજાને અમે હાઈકોર્ટમાં પડકારીશું: બચાવપક્ષના વકીલ, તો મૌલાનાએ કહ્યું ફાંસી રદ્દ કરાવીશું

Hiren

Last Updated: 04:27 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદાને આગામી દિવસમાં ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. બચાવ પક્ષના વકીલે જેની તૈયારીઓ બતાવી છે.

  • સિરિયલ બ્લાસ્ટના ચૂકાદો હાઈકોર્ટમાં પડકારાશે
  • બચાવપક્ષ દ્વારા વિશેષ કોર્ટના ચૂકાદાને પડકારાશે
  • ચૂકાદાનો અભ્યાસ કરી પડકારવાની તૈયારીઓ

2008ની સાલમાં થયેલા અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્પેશિયલ કોર્ટે આ કેસમાં ઐતિહાસિક ચૂકાદો આપી 49 દોષીતોઓમાંથી 38ને ફાંસી અને 11 દોષીતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારે હવે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેવી બચાવ પક્ષે તૈયારીઓ કરી છે.

બચાવપક્ષના વકીલે આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવાનુ જણાવ્યું છે. બચાવપક્ષના વકીલ ડી.ડી.પઠાણે જણાવ્યું કે હજુ તો કાયદાકીય લડત બાકી છે. તેમને જણાવ્યું કે, કોર્ટનો આદેશ ખુબ લાંબો છે જેથી તેનો અભ્યાસ કરી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં ચૂકાદાને પડકારવામાં આવશે.

જમીયત ઉલમા એ હિંદ કોર્ટના ચુકાદાને પડકારશે

આ અગાઉ પણ જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવા જણાવ્યું હતું. તેઓ સ્પેશિયલ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરશે. મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, કાયદાકીય લડત લડીશું. અક્ષરધામ હુમલા કેસમાં પણ ફાંસીની સજા રદ થઇ હતી.

મહત્વનું છે કે વર્ષ 2008માં અમદાવાદના સ્થળ અને એક વિસ્કી બોંમ બ્લાસ્ટ અલગ-અલગ સ્થળ પર કરવામાં આવ્યા હતા. જેમાં 54 લોકોના ઘટના સ્થળ પર મોત 200થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્પેશિયલ કોર્ટ આતંકી એક્ટ હેઠળ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ