બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ahmedabad-Rajkot six lane highway will be completed in three months Overbridges will be built at such places

6 Lane Highway / ત્રણ મહિનામાં પૂર્ણ થશે અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇવેની કામગીરી: આટલી જગ્યાઓ પર બનશે ઓવરબ્રિજ

Vishal Dave

Last Updated: 01:03 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી રાજકોટ સુધીના હાઈ વે પર સિક્સ વે રોડની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 90 ટકાથી વધુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલી કામગીરી પણ આગામી ત્રણ મહિનામાં પૂરી કરી દેવાશે.

અમદાવાદથી રાજકોટ સુધીના હાઈ વે પર સિક્સ વે રોડની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 90 ટકાથી વધુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલી કામગીરી પણ આગામી ત્રણ મહિનામાં પૂરી કરી દેવાશે. માર્ગ અને મકાન વિભાગના સત્તાવાર સૂત્રો જણાવે છે કે,લગભગ 2000 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટના હાઈ વેને છ માર્ગીય બનાવવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહી છે. કોઈપણ કારણોસર આ કામગીરી શરૂ થયા બાદ મંથન ગતિથી કામ આગળ વધતુ હતુ. જેને કારણે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં રસ્તા પર પાણી ભરાઈ જતા હતા તેમજ નાના મોટા અકસ્માતો પણ થયા હતા. હાઈ વે પર કામ ચાલતુ હોવાથી અનેક ઠેકાણે ડાઈવર્જન અપાયા હતા. તેમજ ઘણી જગ્યાએ રોડ ઉબડખાબડની હાલતમાં હોવાથી નાગરીકોને ત્રાસ થઈ જતો હતો. રાત્રીના સમયે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ થતી હતી.

190 કીલો મીટર પૈકી 170 કીલો મીટર રોડની કામગીરી પૂર્ણ

નાગરીકો દ્રારા અમદાવાદ-રાજકોટના છ માર્ગીય રોડનુ કામ ખુબ જ ઝડપથી કરવા માટે તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરી હતી. આખરે છેલ્લા એક વર્ષથી કામમા ઝડપ આવી છે.માર્ગ મકાન વિભાગના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, અત્યારે 190 કીલો મીટર પૈકી 170 કીલો મીટર રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે હાલમાં રાજકોટના કુવાડવા નજીક તેમજ માલીયાસણ અને ભોગાવો બ્રિજની કામગીરી ચાલી રહી છે.  આ રોડ પર 37 જેટલા બ્રિજ બનાવાયા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ અને AAPના ગઠબંધન બાદ C R પાટીલના પ્રહાર, કહ્યું વિધાનસભામાં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી, હવે દિવાસ્વપ્ન જુએ છે

અમદાવાદ-રાજકોટ વચ્ચે ચાર માર્ગીય રોડનુ અંતર કાપતા અંદાજે 4થી 5 કલાકનો સમય જતો હોય છે. પણ સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ સમયની બચત થશે. એટલે કે, અમદાવાદથી રાજકોટ વચ્ચે 3થી 4 કલાકમાં સરળતાથી પહોંચી જવાશે. ઉપરાંત લીમડી, ચોટીલા, સાયલા જેવા કેટલાક ટર્ન પર વર્ષોથી જીવલેણ અકસ્માતો થતા આવ્યા છે. પણ છ માર્ગીય રોડ બન્યા બાદ આ પ્રકારના અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. તેમજ લોકોને પડી રહેલી હાલાકીનો પણ અંત આવી જશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad-Rajkot highway Highway ahmedabad rajkot six lane અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઇવે HIGHWAY
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ