ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'અમદાવાદમાં મેં પ્લેન ક્રેશ કરાવ્યું',છોકરીના દાવાથી હડકંપ, સચ્ચાઈ સામે આવતાં ભારે હેરાની

મોટું રહસ્ય ખુલ્યું / 'અમદાવાદમાં મેં પ્લેન ક્રેશ કરાવ્યું',છોકરીના દાવાથી હડકંપ, સચ્ચાઈ સામે આવતાં ભારે હેરાની

Last Updated: 09:58 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશમાં એક છોકરીએ એવો દાવો કર્યો છે કે આ વિમાને તેણે તોડી પડાવ્યું હતું.

ADVERTISEMENT

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને 13 દિવસ થયાં છે. વિમાન કેવી રીતે તૂટ્યું તેને લઈને તપાસ ચાલી રહી છે આ દરમિયાન એક છોકરીએ હેરાનીભર્યો દાવો કરીને માહોલ ગરમાવી મૂક્યો છે. તમિલનાડુના ચેન્નઈની 30 વર્ષની યુવતી રેને જોશિલ્દા દાવો કર્યો છે કે તેણે પ્લેન ક્રેશ કરાવ્યું હતું.

રેને જોશિલ્દા પર શું બોલ્યાં પોલીસ અધિકારી

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ બી જે મેડિકલ કોલેજમાં અફરાતફરીનો માહોલ હતો. ત્યારે ચેન્નઈની રેને જોશિલ્દા નામની યુવતીએ કોલેજને ઈમેલ કરીને કહ્યું કે, હવે તમે મારી તાકાત સમજી ગયાં હશો, જેમ કાલે ઈમેઈલ કર્યો હતો, આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ કરાવી દીધુ, મને ખબર છે કે પોલીસે તેને ફેક ગણાવીને ઉપેક્ષા કરી દીધી હશે, શાબાશ અમારા પાયલોટ, હવે સમજી ગયા હશો કે અમે રમી રહ્યાં નથી.

સાચી વાત શું હતી

હકીકતમાં છોકરીનો દાવો ખોટો છે. સાચી વાત એ છે કે ચેન્નઈમાં એક મોટી આઈટી કંપનીમા મોટા હોદ્દા પર કામ કરતી રેને જોશિલ્દાને ઓફિસમાં કામ કરનાર યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તાજેતરમાં આ યુવાને બીજી છોકરી સાથે લગ્ન કરી લેતાં તેણે બદલો લેવાનું શરુ કર્યું અને તે બોંબ બ્લાસ્ટના ખોટા ખોટા મેસેજ- ઈમેલ કરવા લાગી હતી.

કેવી રીતે ખોટા ઈમેલ કરતી

ખોટા ઈમેલ કરીને બદલો લેવાનું તેનુ ઝનૂન 2 વર્ષ સુધી ચાલ્યું હતું. તે સંદેશા મોકલવા માટે નકલી ઇમેઇલ એકાઉન્ટ બનાવતી અને તેના પુરુષ સાથીદાર સાથે વાત કરતી કોઈપણ મહિલાને હેરાન કરતી. એક કિસ્સામાં, તેણે એક મહિલાને એટલી હેરાન કરી કે મહિલાએ તેની નોકરી છોડી દીધી.જોશિલ્દાએ એક નકલી લગ્ન પ્રમાણપત્ર પણ બનાવ્યું જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેણી આ સાથીદાર સાથે પરિણીત છે અને તેને ઓફિસમાં અન્ય લોકો સાથે શેર કરી હતી. ઓળખ છુપાવવા માટે જોશિલ્દા VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ), નકલી ફોન નંબર અને બનાવટી ઇમેઇલ એકાઉન્ટ જેવા અદ્યતન સાયબર ટૂલ્સનો ઉપયોગ કરતી હતી. તેણીએ લગભગ 80 નકલી ફોન નંબર ખરીદ્યા હતા અને સેંકડો ખોટા સંદેશાઓ અને ઇમેઇલ મોકલ્યા હતા.

વધુ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અજીબ, મરેલા બધા ઓળખાયા પણ એકે વધાર્યું રહસ્ય, કોણ છે?

ફેકર ગર્લ કેવી રીતે પકડાઈ

જોશિલ્દાએ પોતાની ઓળખ છુપાવાના તમામ પ્રયાસો કર્યાં હતા પરંતુ એક નાની ડિજિટલ ભૂલે પોલીસને તેણીને શોધી કાઢવામાં મદદ કરી. પોલીસે તેના ઉપકરણોમાંથી ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો લીધાં હતા. તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં નકલી મેઈલ મોકલીને ગભરાટ ફેલાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rene Joshilda arrest chennai woman Rene Joshilda arrest Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ