ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભર ઉનાળે નિકોલમાં ચોમાસા જેવી સ્થિતિ, પારાવાર મુશ્કેલી પડતા સ્થાનિકો ત્રાહિમામ
Last Updated: 03:24 PM, 10 April 2025
ADVERTISEMENT
અમદાવાદના નિકોલમાં ભરઉનાળે ચોમાસા જેવા દર્શ્યો સર્જાયા છે. નિકોલમાં ડ્રેનજ ભરાતા આખો વિસ્તાર પાણીમાં તરબોળ થયો છે. AMCને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું સમાધાન થયું નથી ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના નિકોલમાં ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ
ADVERTISEMENT
અમર જવાન ચોકમાં ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારના દર્શ્યો જોવો તો એવો વિચાર આવે કે, આગાહી મુજબ ક્યાય વરસાદ પડ્યો! વાસ્તવમાં વરસાદ પડ્યો નથી પરંતુ અમદાવાદ તંત્રની બેદરકારીનો 'પાણી' મપાયો છે. શહેરના નિકોલમાં આવેલા અમર જવાન ચોકમાં ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. લોકો છેલ્લા 5 વર્ષથી ડ્રેનેજના પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારના લોકોની કમનસીબી છે કે, તેમની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી .
આ પણ વાંચો: ગુજરાત સરકાર એગ્રી બિઝનેસ પોલિસી લાવવાની તૈયારીમાં, AIનો ઉપયોગ કરી ખેડૂતોની આવક વધારશે, જાણો કેવી રીતે?
ADVERTISEMENT
તંત્રની બેદરકારી, લોકોને હાલાકી
લોકો આક્ષેપ કરે છે કે, તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પણ નિત્રાધાન તંત્રને કાંઈ પડી જ નથી. ચૂંટણી સમયે ઘરો ઘર વોટ માગવા આવતા નેતાઓ અને કોર્પોરેટર્સ પણ સમસ્યાની ઘડીમાં દેખાતા નથી. ગોઠણ સુધી ભરાયેલા ડ્રેનેજના પાણીમાં લોકો ચાલવા મજબૂર છે. બાળકોને શાળાએ લેવા-મુકવા જવાનું, પીવાના પાણીમાં પણ ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું છે. આ બધી સમસ્યાના લીધે રોગચાળો ફાટે ત્યારે કોણ હાથ પકડશે તેવો સ્થાનિકો સવાલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ