બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ, ગુજરાતમાં અહીં મુકાયા ATVM મશીન

અમદાવાદ / રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ, ગુજરાતમાં અહીં મુકાયા ATVM મશીન

Last Updated: 10:56 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને તકલીફ ન પડે તે માટે વેસ્ટર્ન રેલવે દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની ટિકિટ માટે ATVM મશીન મુકવામાં આવ્યા છે.

અમદાવાદ મંડળનાં રેલવે સ્ટેશન પર યાત્રિકોની સરળતા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ મળશે. તેમજ ટ્રેનની ટિકિટ માટે રેલવે સ્ટેશન પર ATVM મશીન મૂકાયા છે. ATVM મશીનથી લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ લઈ શકશે. તેમજ યાત્રા ટિકિટ પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન પાસ માટે સરળતા રહેશે.

મુસાફરોને ટીકીટ માટે લાઈનમાં નહી ઉભું રહેવું પડે

રેલવેના મુસાફરોને ટીકીટ લાઈનની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ATVM મશીન મુકાયા છે. અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશનો પર એટીવીએમ મશીન મુકાયા છે. તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકે છે. તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે. આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

એટીવીએમ : ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન

એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

ચુકવણી પદ્ધતિઓ : યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે,

જેમ કે :

  • યૂપીઆઈ (UPI)
  • ક્યૂઆર કોડ સ્કેન કરવું
  • સ્માર્ટ કાર્ડ

વધુ વાંચોઃ 5 જિલ્લાની 55 જેટલી શાળામાં ફી વધારો, 58 શાળાઓની ના મંજૂર, જુઓ કઈ શાળામાં કેટલી વધી ફી?

સ્માર્ટ કાર્ડ :

  • યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
  • સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
  • સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
  • સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Railway Ticket Machine Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ