બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad Fake call centre busted in School
ADVERTISEMENT
અમદાવાદના પાલડી વિસ્તારમાં શિક્ષણધામના પવિત્ર હેતુને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે. આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ એક રાજકીય પક્ષ સાથે ખૂબજ નીકટનો ધરોબો ધરાવતા એક નેતા દ્વારાજ કરવામાં આવ્યું છે.
શિક્ષણના ધામમાં કાળાં કામ
ADVERTISEMENT
નોંધનીય છે કે, પાલડી વિસ્તારમાં એક શિક્ષણધામ આવેલ છે. તે એક ભાવિ પેઢીને નીતિમતાના અને જીવનમૂલ્યોના પાઠ શીખવતું શિક્ષણ ધામ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે ભવનમાં દિવસે રાષ્ટ્ર માટે આદર્શ નાગરિકના ઘડતરનું કામ થાય છે ત્યાં રાત્રે ગેરકાયદેસર કૃત્યો કરવામાં આવી રહ્યા છે. આ કામને અંજામ આપતી ટુકડીના નાયક તરીકે બીજું કોઈ નહીં પરંતુ આ અંકુર સ્કૂલના સ્થાપક ટ્રસ્ટીના પૌત્ર વિરાજ દેસાઈનું નામ સામે આવ્યું છે.
વિરાજ દેસાઇ ભાજપના યુવા નેતા
ADVERTISEMENT
એટલું જ નહીં વિરાજ દેસાઈ ભાજપમાં યુવા નેતા તરીકે પણ કામ કરી રહ્યા છે. હવે આપને એ ગેરકાયદેસર કૃત્ય અંગે જણાવી દઈએ. અમદાવાદના પાલડી સ્થિત અંકુર સ્કૂલમાં દિવસે શિક્ષણનું કામ ચાલતું હતું રાત્રિના સમયમાં આ સ્કૂલમાં બોગસ કોલસેન્ટર ચલાવવામાં આવતું હતું. અને આ બોગસ કોલસેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરશપડી આચરવામાં આવતી હતી.
ADVERTISEMENT
અંકુર સ્કૂલમાં ચાલતું હતું બોગસ કોલસેન્ટર
શહેર સાયબર ક્રાઈમને પાલડીમાં આવેલી અંકુર સ્કૂલમાં બોગસ કોલસેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. આ બોગસ કોલસેન્ટરના મુખ્ય સૂત્રધાર તરીકે વિરાજ દેસાઈનું નામ સાઈબર ક્રાઈમને મળી ચૂક્યું હતું. જેના આધારે સાયબરની ટીમે અંકુર સ્કૂલના મકાનમાં દરોડો પાડ્યો હતો.
ADVERTISEMENT
6 શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા
જ્યાંથી બોગસ કોલસેન્ટરના સંચાલનમાં ભૂમિકા ભજવતાં 6 શખસોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. પોલીસે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
.jpg)
બોગસ કોલસેન્ટરના આરોપીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ફોન કરીને. તેમણે ભાડે લીધેલી ગાડીઓ ગુનાઈત કૃત્યમાં સંડોવાઈ હોવાનો કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ઉપરાંત વિદેશી નાગરિકોને તેમનો એસએસએન નંબર રદ કરી દેવાની ધમકી આપવામાં આવતી હતી ને તેમ કરીને ગૂગલ પે કાર્ડ દ્વારા નાણાં ખંખેરવામાં આવતા હતા.
વિદેશી નાગરિકો સાથે આચરવામાં આવતી છેતરપિંડી
છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરાયેલા આ કોલ સેન્ટર મારફતે સંખ્યાબંધ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. એક સ્થાપક ટ્રસ્ટીના પૌત્ર હોવાના નાતે અને ભાજપમાં યુવાકાર્યકર હોવાના દમ પર વિરાજ શાહ અંકુર શાળા પરિસરમાં રાત્રિના સમયે બેરોકટોક આવનજાવન કરી શકતો હતો અને પોતાની આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતો હતો. જો કે, અંકુર સ્કૂલના કો-ઓર્ડિનેટર વિરાજશાહની આ પ્રવૃત્તિથી અજાણ હોવાનું અને શાળા ટ્રસ્ટને કશું જ લેવા દેવા ન હોવાનું જણાવી રહ્યા છે.
જો કે, હાલ તો અંકુર શાળાના સંચાલકો વિરાજ દેસાઈની આ પ્રવૃત્તિ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહીં હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ શાળા મંડળ વિરાજ દેસાઈ એન્ડ મંડળીની આ પ્રવૃત્તિથી અજાણ હોય તે વાત માન્યામાં આવતી આવતી નથી. કાંતો શાળા સંચાલકોના આંખ આડા કાન પાછળનું કારણ વિરાજની વગનો `ડર' હોઈ શકે કે પછી ટ્રસ્ટી પુત્ર હોવાનાના નાતે પુત્ર મોહ હોઈ શકે છે. આ પણ એક તપાસનો વિષય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.