બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અમે નહીં સુધરીએ! અમદાવાદમાં ટ્રાફિકને ઘટાડવા લેફ્ટ ટર્ન ફ્રી પોલ તો લગાવાયા, પરંતુ જનતાએ જ નિકંદન કાઢી નાખ્યું તેનું શું?

સમસ્યા / અમે નહીં સુધરીએ! અમદાવાદમાં ટ્રાફિકને ઘટાડવા લેફ્ટ ટર્ન ફ્રી પોલ તો લગાવાયા, પરંતુ જનતાએ જ નિકંદન કાઢી નાખ્યું તેનું શું?

Last Updated: 10:15 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ વિકસતું શહેર. અહીં વિકાસની સાથે ટ્રાફિકની સમસ્યા સૌથી મોટો મુદ્દો છે. પરંતુ આ સમસ્યા પાછળ જવાબદાર પણ અમદાવાદીઓ જ છે.

જનતાને અગવડ ન પડે તે માટે તંત્ર લાખો રૂપિયા ખર્ચે. નિયમો બનાવે, સુવિધાઓ ઉભી કરે પરંતુ તે જ સુવિધાઓનું જનતા જ નિકંદન કાઢે. અને નુકસાની કરનારા સામે કોઈ કાર્યવાહી જ ન થાય તો...? આવો ઘાટ અમદાવાદમાં ઘડાયો છે. જ્યાં ટ્રાફિક ન સર્જાય તે માટે લેફ્ટ ટર્ન ફ્રી પોલ તો લગાવાયા. પરંતુ જનતાએ તેનું નિકંદન કાઢી નાખ્યું છે. ત્યારે કેવી છે લેફ્ટ ટર્ન ફ્રી પોલની હાલત. અને આ મુદ્દે તંત્ર કેમ ઊંઘી રહ્યું છે. અમદાવાદ વિકસતું શહેર. અહીં વિકાસની સાથે ટ્રાફિકની સમસ્યા સૌથી મોટો મુદ્દો છે. પરંતુ આ સમસ્યા પાછળ જવાબદાર પણ અમદાવાદીઓ જ છે.

`પોલ'તોડ અમદાવાદી

રોગ સાઈડમાં જતા લોકો અમદાવાદના મોટા ભાગના સર્કલ પર જોવા મળે છે. લોકો સરળતાથી સિગ્નલ બંધ હોય તો પણ ત્યાંથી નીકળી જાય છે અને ટ્રાફિકજામ ન થાય. પરંતુ અમદાવાદીઓએ ટ્રાફિક સિગ્નલની બાજુમાં રાખેલા પોલ ભાંગી-તોડી નાખે છે.

વાંચવા જેવું: હજુ તો એક મહિનો જ થયો છે, ત્યાં તો વડોદરામાં રોડ પીગળવાનો શરૂ, વાહનચાલકો તોબા-તોબા

અમે અમદાવાદી નહીં સુધરીએ ભાઈ!

જનતા બેદરકાર છે તે તો પાક્કું છે. પરંતુ અહીં તંત્ર પણ જનતા કરતા વધુ ગુનેગાર છે. કારણ કે, આ ટર્ન ફ્રી પોલ લગાવવાનું અને તેની સંભાળ રાખવાનું કામ તંત્રનું છે. પરંતુ અહીં ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા આ મુદ્દે એકબીજાને ખો આપવાનું કામ કરે છે. હવે લેફ્ટ ટર્ન ફ્રી ફ્રી સાઈડ પર પ્લાસ્ટિકના પોલ લગાવવામાં આવે તો સ્વાભાવિક રીતે વાહનની નાની-અમથી ટક્કરથી પણ તે તુટી જવાના. તેની જગ્યાએ લોખંડના પોલ હોય તો વહાન ચાલકો પણ સીધી દોરીમાં ચાલવા માંડી જાય. જોકે મુદ્દે તંત્રના સત્તાધિશો તો કાંઈ બોલવા તૈયાર નથી. પરંતુ આશા રાખીએ કે, તંત્ર અને અમદાવાદીઓ પોતાની ફરજ સમજી નિયમોનું પાલન કરશે અને કરાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ