બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / હજુ તો એક મહિનો જ થયો છે, ત્યાં તો વડોદરામાં રોડ પીગળવાનો શરૂ, વાહનચાલકો તોબા-તોબા

ભ્રષ્ટાચારનો ડામર? / હજુ તો એક મહિનો જ થયો છે, ત્યાં તો વડોદરામાં રોડ પીગળવાનો શરૂ, વાહનચાલકો તોબા-તોબા

Last Updated: 05:33 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Road melted: વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ પીગળવા લાગ્યો છે, કોર્પોરેશન દ્વારા 1 મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો

વડોદરામાં આકરી ગરમીમાં ડામર રોડ પીગળવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ કોર્પોરેશન દ્વારા 1 મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ઉનાળાની ગરમીમાં આ રોડ આઈસક્રીમની જેમ પીગળી રહ્યો છે. રોડ પીગળતા કોન્ટ્રાક્ટરે કરેલી હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખૂલી છે. નવા બનાવેલા રોડ પર ઠેર-ઠેર ખાડા પણ પડ્યાં છે.

R 1

વાહનચાલકો થઈ રહ્યાં છે સ્લીપ

વડોદરામાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહદારીઓના પગરખા પણ ડામરમાં ચોટી રહ્યાં છે. તેમજ વાહનોના ટાયરને પણ ડામર ચોટી રહ્યાં છે, જેથી વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યાં છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે

R 2

કોન્ટ્રાક્ટરની બેદરકારીની પોલ ખૂલી

રોડનું બેલ્સિંગ તો ઠીક રોડમાં એવું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા અંદેશો આવી રહ્યો છે કે રોડ ઉનાળાની ગરમીનો થોડો તાપ પણ સહન કરી શકતો નથી અને પીગળી રહ્યો છે. આ રોડ અધિકારીઓના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની બનાવ્યો હોય તો એવું બની શકે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતા ગરમીમાં રોડ પીગળ્યો છે. કોર્પોરેશને એક મહિના અગાઉ ડામરની કામગીરી પૂર્ણ થઈ હતી પણ હવે રાહદારીઓ અને વાહનચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગરમીનો પારો ચડે તેના પહેલા રોડ ઓગળવાનું શરૂ થઈ ગયું છે. કારણ કે આ રોડમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તો જ આ કારનામું શક્ય બને.

વાંચવા જેવું: કાળઝાળ ગરમી વચ્ચે તોળાતું જળસંકટ, 141 જળાશયોમાં માત્ર 20.40 ટકા પાણી, ડેમોના તળીયા દેખાયા

સળગતા સવાલ

  • આ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે?
  • કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી કરશે?
  • કોર્પોરેશનના સત્તાધીશોનું ધ્યાન આ રોડ તરફ ક્યારે જશે?
  • આ રોડમાં વાહન સ્લિપ થશે તો જવાબદાર કોણ?
  • કોર્પોરેશનના અધિકારી ઘટનાની જવાબદારી લેશે?
  • શું કોઈ અઘટિત ઘટના બનશે તો જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • અત્યારે આવી હાલત છે, તો હવે પછી કેવી સ્થિતિ થશે?
  • શું રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે?
  • રોડમાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરને કાયદાનો પાઠ ભણાવાશે?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ