બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad AMC will now count trees in the city

ગ્રીન કવચ / અમદાવાદીઓને મળશે ગરમીથી રાહત, AMCએ તૈયાર કર્યો વૃક્ષોના પ્લાન્ટેશનનો પ્રિ-પ્લાન, જાણો કઇરીતે બનશે હરિયાળું શહેર

Vishal Khamar

Last Updated: 10:42 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોમધખતી ગરમીથી અમદાવાદને બચાવવા માટે હવે AMCએ કમર કસી છે.. અમદાવાદમાં હવે વૃક્ષોની ગણતરી કરવામાં આવશે..અને ત્યાર બાદ કરવામાં આવશે વૃક્ષોનું પ્લાન્ટેશન.. અમદાવાદને હરિયાળું બનાવવાનું સ્વપ્ન છે.

વાહનો, ફેક્ટરીઓનાં ધુમાડાથી એક તરફ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. વિકાસની હરિફાઈમાં શહેરોમાં કોંક્રિટની બિલ્ડીંગો વધી રહી છે. સામે જંગલો નાશ પામી રહ્યા છે. ત્યારે હવે એએમસી એ પર્યાવરણનું જતન કરવા પહેલ કરી છે. એએમસી અમદાવાદમાં ક્યાં ઝોનમાં કેટલા વૃક્ષો છે. તેની ગણતરી કરાવાશે. અને ત્યાર બાદ આ વૃક્ષોને ટેગીંગ કરવામાં આવશે. વૃક્ષોની ગણતરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. વૃક્ષોની ગણતરી બાદ શહેરમાં ક્યાં ઝોનમાં કેટલું ગ્રીન કવચ છે. એ પણ જાણી શકાશે. 

હરિયાળું બનશે અમદાવાદ
અમદાવાદ શહેરમાં વૃક્ષોની પ્રથમવાર ગણતરી થવા જઈ રહી છે. શહેરમાં વોર્ડ વાઈઝ વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. વૃક્ષોને યુનિક નંબર પણ આપવામાં આવશે. વૃક્ષો પર ટેગ લગાવવામાં આવશે. જેથી મંજૂરી વિના આ વૃક્ષોને કોઈ કાપી શકે નહી. અને જો કાપશે તો કાયદેસરની કાર્યવાહી થશે. વૃક્ષોની ગણતરીથી અમદાવાદનું ગ્રીન કવચ જાણી શકાશે. ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે એએમસીએ આ કામગીરી શરૂ કરી છે. 

અમદાવાદમાં થશે વૃક્ષોની ગણતરી

એએમસી દ્વારા ન માત્ર વૃક્ષોની ગણતરી પણ એએમસી દ્વારા શહેરમાં નવા વૃક્ષોનું પ્લાન્ટેશન પણ કરાશે. સાથે જ જે વૃક્ષો હયાત છે તેની કાળજી પણ રાખવામાં આવશે. અમદાવાદને ગ્રીન કવચ પુરૂ પાડવા માટે વિશેષ પોલિસી પણ બનાવવામાં આવશે. 

વધુ વાંચોઃ લો બોલો... હવે રોટલા શીખવાડવાના પણ કુકિંગ ક્લાસિસ શરૂ થયા, એ પણ સુરતમાં, જોયો Video!

અમદાવાદને મળશે  ગ્રીન કવચ

અમદાવાદ શહેરમાં ગ્રીન કવચ તૈયાર થયા બાદ શહેરમાં વરસાદનું પ્રમાણ પણ વધશે. સાથે જ ગરમીમાં પણ મહદઅંશે ઘટાડો થશે. શહેરમાં ડામરનાં રોડ અને કોંક્રિટ તેમજ કાચની બિલ્ડીંગો તેમજ એસીના કારણે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરનું તાપમાન નીચું લાવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે. વૃક્ષોનું પ્રમાણ વધવાથી ન માત્ર ગરમીથી રાહત મળશે. પણ વરસાદ વધવાથી ભૂગર્ભ જળ પણ ઉંચું આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AMC Deputy Municipal Commissioner Dev Chaudhury Green Shield Tree Planting ahmedabad અમદાવાદ એએમસી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરી વૃક્ષો વાવશે ahmedabad
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ