બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad: A complaint was lodged against Naransai at Sola police station

કાવાદાવા / અમદાવાદ: નારણસાંઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ દાખલ, જાણો શું છે મામલો

Vishnu

Last Updated: 10:22 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારણસાંઈને જામીન મુક્ત કરાવવા મળતીયા દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં, હાઇકોર્ટના આદેશ બાદ ફરિયાદ થઇ દાખલ

  • નારાયણસાંઇ સામે ફરિયાદ
  • સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • જામીન માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા

આસારામ અને તેનો દીકરો નારાયણ સાઈના વિવાદ માંડ શાંત પડે ત્યાં નવા ઊભા થઈ જાય છે. અમદાવાદમાં નારણસાંઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. માતા હોસ્પિટલમાં હોવાના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાની કરતૂત કોર્ટને ધ્યાને આપતા હુકમ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મહત્વનું છે કે નારાયણ સાઈ હાલ સુરત જેલમાં છે. પણ જામીન પર મુક્ત કરાવવા નારાયણસાઈના મળતીયા દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં. 

શું છે સમગ્ર મામલો
નારાયણસાંઇ આશારામના પુત્ર છે. દુષ્કર્મ કેસમાં નારાયણસાંઇ સુરતની લાજપોર જેલ હતો. જેલમાંથી બહાર નિકળવા માટે નારાયણસાંઇએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. માતા બીમાર હોવાનું કારણ આપી નારાયણસાંઇએ હાઇકોર્ટમાંથી જામીન મેળળ્યા, જામીન બાદ હાઇકોર્ટમાં ફરીયાદ થઇ હતી કે નારાયણસાંઇએ ખોટા જામીન મેળવ્યા હતાં. હાઇકોર્ટ પોલીસને આદેશ આપ્યો હતો કે જામીન કેસમાં તપાસ થાય. તપાસમાં ખોટા ડોક્યુમેન્ટ સાથે નારાયણસાંઇએ જામીન મેળવ્યાનું સાબિત થયું. જે બાદ હવે અમદાવાદમાં નારણસાંઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

કોર્ટે ખરાઈ માટે હુકમ કર્યો હતો: પોલીસ
નારાયણ સાંઈ વિરુદ્ધમાં સુરત સેશન્સ કોર્ટ ખાતે 141/2014નું જે કેસ ચાલે છે જે ગુનાના સદર્ભે તે હાલ જેલમાં છે. તે ગુનામાં જામીન મેળવવા માટે તેમના માતાની માંદગીનું ખોટું સર્ટી ગુજરાત હાઈકોર્ટ રજૂ પણ કર્યું હતું.જે બાદ ગુજરાત હાઈકોર્ટે તે સર્ટી ખરાઈ કરવાનું જણાવ્યું હતું. તે સર્ટીની તપાસ માટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો. જે બાદ પ્રાથમિક તપાસ કરી તો ખૂલ્યું હતું કે તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. જે અનુસંધાને તમામ વિગત નામદાર હાઈકોર્ટને ઘ્યાને આવતા ડેપ્યુટી રજીસ્ટારની નિમણૂક કરી આ ફરિયાદ સદર કામના આરોપી વિરુદ્ધ આપેલ છે.

નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારાઈ હતી
26 એપ્રિલ 2019માં નારાયણ સાંઈને 2013ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કરાયો હતો. સુરતની 2 બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ 2013 ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ હરિયાણાના કુરુક્ષેત્રની પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.દોષિત જાહેર થતાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ