ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad 6 years old arham talsania world smallest computer programmer
ADVERTISEMENT
ADVERTISEMENT
6 વર્ષના આ નાના બાળકે કોમ્પ્યુટરની દુનિયામાં એવું કારનામું કરીને બતાવ્યું છે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. અરહમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી યુવાન કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે દાખલ કરવામાં આવ્યું છે.
શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાને ક્લિયર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ADVERTISEMENT
અરહમ તલસાનિયાએ 6 વર્ષની ઉંમરમાં શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાને ક્લિયર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23 જાન્યુઆરી 2020એ માઇક્રોસોફ્ટ દ્વારા સત્તાવાર પિયર્સન વ્યૂ ટેસ્ટ સેન્ટરમાં આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષાને અનેક એન્જિનિયરો દ્વારા ક્રૈક કરવું મુશ્કેલ છે, પરંતુ અરહમે આ કરી બતાવ્યું.
.jpg)
ADVERTISEMENT
અરહમે 1000માંથી 900 પોઇન્ટ મેળવ્યા
અરહમ પાકિસ્તાની મૂળના બ્રિટિશ દિકરા સાત વર્ષીય મુહમ્મદ હમઝા શહઝાદના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક પરીક્ષામાં જ્યાં ઉમેદવારને પ્રતિષ્ઠિત પ્રમાણ પ્રાપ્ત કરવા માટે 1000માંથી 700 પોઇન્ટ જરૂરી હતા, અરહમે 900 પોઇન્ટ મેળવ્યા હતા અને તેણે માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટના રૂપમાં માન્યતા મળી છે.
અરહમના માતા-પિતા એન્જિનિયર છે
ADVERTISEMENT
અમદાવાદમાં રહેતા અરહમના માતા-પિતા ઓમ તલસાનિયા પોતે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની તૃપ્તિ તલસાનિયા લેક્ચરર અને એન્જિનિયર છે. આજે તેમના માટે ખુબજ ખુશીનો દિવસ છે કારણ કે 6 વર્ષના દિકરાએ દુનિયાનો સૌથી નાનો કોમ્પ્યુટર પ્રોગ્રામર હોવાનું ગૌરવ મેળવ્યું છે.
.jpg)
ADVERTISEMENT
અંદાજે 2 વર્ષની ઉંમરથી અરહમને કોમ્પ્યુટર સાથે ઘણો લગાવ હતો જે આગળ જઇને વધુ વધ્યો. જ્યારે તેમના પિતા ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે અરહમ પોતાના પિતાની સાથે ઘણુ શીખતો હતો. પછી અરહમે પોતાના પપ્પાથી ખુદ વીડિયો ગેમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. દિકરાની આ દિલચસ્પીને પિતા સમજી ગયા હતા. કારણ કે દીકરો સારી વસ્તુ ખુબ ઝડપથી શીખી પણ રહ્યો હતો તેવામાં તેમના પિતાએ માઇક્રોસોફ્ટની પરીક્ષા અપાવવાનો નિર્ણય લીધો.
સંકળાયેલા મુદ્દાઓ